Achira News Logo
Achira News

ઈસરો અને વિજ્ઞાન ગુર્જરીએ ગુજરાતમાં'સ્પેસ ઓન વ્હીલ્સ'મોબાઇલ સાયન્સ મ્યુઝિયમ લોન્ચ કર્યું

Divya Bhaskar
ઈસરો અને વિજ્ઞાન ગુર્જરીએ ગુજરાતમાં'સ્પેસ ઓન વ્હીલ્સ'મોબાઇલ સાયન્સ મ્યુઝિયમ લોન્ચ કર્યું
Full News
Share:

વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી) ગુજરાત યુનિટ અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સહયોગથી "સ્પેસ ઑન વ્હીલ્સ’ નામનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ એક અત્યાધુનિક બસને ફરતા વિજ્ઞાન મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, જે જેમાં મિશન મોડલ્સ : ચંદ્રયાન, મંગળયાન અને ભવિષ્યના ગગનયાન મિશનના મોડલ્સ, રોકેટ ટેક્નોલોજી : GSLV, PSLV અને HRLV જેવા લોન્ચ વ્હિકલની પ્રતિકૃતિઓ. સેટેલાઈટ સિસ્ટમ: ભારતની પોતાની GPS સિસ્ટમ નાવિક અને પ્રથમ સંચાર ઉપગ્રહ એપલની માહિતી. જેમાં શિક્ષણ અને ઊર્જાનો સમન્વય કરાયો હતો. માત્ર સ્પેસ જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોય-વાન પણ આ પ્રદર્શનનો ભાગ છે, જે રમકડાં દ્વારા શિક્ષણ (Play-way method) પૂરું પાડે છે. સાથોસાથ, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની બસ દ્વારા સોલાર એનર્જી અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ વિશે સમજણ આપી ઉર્જા બચતનો સંદેશ ફેલાવવામાં આવે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવી અને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. ગ્રામ્ય સ્તરે જ્યાં સંસાધનોની અછત છે, ત્યાં આ લેબ ઓન વ્હીલ્સ વિજ્ઞાનને સુલભ બનાવી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઈસરો અને વિજ્ઞાન ગુર્જરીએ ગુજરાતમાં'સ્પેસ ઓન વ્હીલ્સ'મોબાઇલ સાયન્સ મ્યુઝિયમ લોન્ચ કર્યું | Achira News