Achira News Logo
Achira News

ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઈમાં'લવ જેહાદ "ના આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સની ધરપકડ કરી

Akila News
ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઈમાં'લવ જેહાદ "ના આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સની ધરપકડ કરી
Full News
Share:

બસ્‍તી તા.૪: ઉતર પ્રદેશના બસ્‍તીમાં કથિત લવ જિહાદનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. અહીં એક હિન્‍દુ યુવતીએ એક મુસ્‍લિમ યુવક પર આરોપ લગાવ્‍યો છે કે, તેને ઓળખ છુપાવીને નજીકના સંબંધો બાંધવા દુષ્‍કર્મ કર્યું, યુવતીને ત્‍યારે ખબર પડી જ્‍યારે આરોપી યુવકે તેને ધમકાવી અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, આરોપી અને તેના ભાઈએ અંદાજિત ૩૦૦થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છે. એ તમામના વીડિયો બનાવી તેને અલગ અલગ રાજ્‍યો અને નેપાળ જેવા દેશોમાં દેહ વેપાર માટે ધકેલવામાં આવી છે. બસ્‍તી પોલીસે આ મામલે લાંબા સમયથી ફરાર વોન્‍ટેડ આરોપી અઝફારુલ હક ઉર્ફે પ્રિન્‍સને મુંબઈના બ્રાંદ્રા વિસ્‍તારમાંથી ઝડપી લીધો છે તે ૨૫ હજારનો ઈનામી આરોપી હતો. તેની સામે પહેલાથી જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસના જણાવ્‍યા મુજબ, હાલમાં એક યુવતીએ આરોપ લગાવ્‍યો હતો કે આરોપીએ ઓળખ છુપાવીને તેને સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા અને દુષ્‍કર્મ આચર્યું. જ્‍યારે યુવતીને આરોપી અંગે ખબર પડી ત્‍યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેને પૂછ્‍યું તો તેને ધમકીઓ આપવામાં આવી, પીડિતાની ધરપકડ બાદ બસ્‍તી કોતવાલી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ તેજ કરી છે. પોલીસ તપાસ બાદ ખુલાસો થયો છે કે, આરોપી પહેલાથી લૂંટ, ખંડણી અને છેતરપિડી જેવા ૨૦થી વધુ કેસનો ગુનેગાર છે. તે સતત પોતાનું લોકેશન બદલી પોલીસને ચકમો આપતો હતો. જે બાદ બસ્‍તી એસપીના આદેશ બાદ સ્‍વાટ ટીમ અને સધન દેખરેખ અને ટેકનિકલ પાસાઓ પર નજર રાખી હતી, છેલ્‍લે મુંબઈમાંથી ફરાર આરોપી અઝફારુલ હકની ધરપકડ કરવામાં આવી છે. હવે તેના રિમાન્‍ડની માંગણી કરી કડક હાથે પૂછપરછ કરવામાં આવશે. જેથી આ મામલાઓમાં અન્‍ય કોણ કોણ સામેલ છે અને પીડિત છે તેની જાણકારી લઈ શકાય, પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી ક્‍યાંક કોઈ સંગઠિત ગેંગ સાથે તો જોડાયેલો નથી? આ ઘટના બાદ હિન્‍દુ સામાજિક સંગઠનોએ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. હાલમાં બસ્‍તી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા દાખવી કામ કરી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઈમાં'લવ જેહાદ "ના આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સની ધરપકડ કરી | Achira News