Achira News Logo
Achira News

ઉત્તર પ્રદેશમાં અચાનક પૂર, ગાજવીજ અને વીજળી પડવાથી 23ના મોત

Akila News
ઉત્તર પ્રદેશમાં અચાનક પૂર, ગાજવીજ અને વીજળી પડવાથી 23ના મોત
Full News
Share:

ઉત્તર પ્રદેશમાં સોમવારે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક જિલ્લાઓમાં તેજ આંધળી,ગાજવીજ સાથે વરસાદ અને આકાશી વીજળી ત્રાટકી હતી. ગરમીથી પીડાતા લોકોને આ વરસાદથી રાહત તો મળી છે,પરંતુ તે જીવલેણ સાબિત થઈ છે. સમગ્ર રાજ્યમાં કુદરતી પ્રકોપને કારણે કુલ23લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કુદરતી હોનારતમાં અવધ વિસ્તારના જિલ્લાઓમાં જ7લોકોના મોત થયાના અહેવાલ છે. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે સંભલ જિલ્લામાં સૌથી વધુ130મીમી વરસાદ એકસાથે નોંધાયો હતો. રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે,જેમાં ખાસ કરીને ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને ખુલ્લામાં રહેલા લોકો વીજળીની ચપેટમાં આવી ગયા હતા. તેજ પવન અને વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને કાચી દીવાલો ધસી પડવાને કારણે જન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે અને મૃતકોના પરિવારોને સહાય પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ જોખમ ટળ્યું ન હોવાની ચેતવણી આપી છે. મંગળવાર માટે વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના21જિલ્લાઓમાં ગાજવીજ,તોફાની પવન અને કરા પડવાની શક્યતાને જોતા'ઓરેન્જ એલર્ટ'જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને આકાશી વીજળી અને વજ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉત્તર પ્રદેશમાં અચાનક પૂર, ગાજવીજ અને વીજળી પડવાથી 23ના મોત | Achira News