Achira News Logo
Achira News

ઉત્તર ભારત અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદઃ 44ના મોત

Western Times
ઉત્તર ભારત અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદઃ 44ના મોત
Full News
Share:

નવી દિલ્હી | તા. ૫ મે, ૨૦૨૬,ઉત્તર ભારત અને બિહારમાં સોમવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાંઉત્તર પ્રદેશમાં 24અનેબિહારમાં 20લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કુદરતી આફતમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનને કારણે સેંકડો ગામડાઓમાં વીજળીના થાંભલા અને વાયર તૂટી પડતા અંધારપટ છવાઈ ગયો હતો. રસ્તાઓ પર ઝાડ પડવાથી વાહનવ્યવહાર પણ અટકી પડ્યો છે. ખાસ કરીને કેરી, ઘઉં અને શાકભાજીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. યુપીમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગરમી વચ્ચે સોમવારે સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું. સવારે જ અંધારું:લખનૌ સહિત 50થી વધુ જિલ્લાઓમાં સવારે 8:30 વાગ્યે કાળા વાદળોને કારણે રાત જેવો માહોલ સર્જાયો હતો. એલર્ટ:હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં આગામી 48 કલાક માટેઓરેન્જ એલર્ટજાહેર કર્યું છે. 60થી વધુ જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતા છે. વીવીઆઈપી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનને કારણે યુપીના બંને નાયબ મુખ્યમંત્રીઓબ્રજેશ પાઠકઅનેકેશવ પ્રસાદ મૌર્યનું વિમાન તોફાનમાં ફસાયું હતું, જેને સલામતી ખાતર ભોપાલ તરફ વાળવામાં આવ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉત્તર ભારત અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદઃ 44ના મોત | Achira News