Achira News Logo
Achira News

ઉનાળો ચરમસીમાએ પહોંચતા ગુજરાત ગરમીથી ઝઝૂમી રહ્યું છે

Akila News
ઉનાળો ચરમસીમાએ પહોંચતા ગુજરાત ગરમીથી ઝઝૂમી રહ્યું છે
Full News
Share:

અમદાવાદ, તા.૦૪: ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે. મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ આખા રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર જાણે અઘોષિત કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે.અમદાવાદમાં ગરમી અને બફારાનો બેવડો મારરાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે કાળઝાળ તાપની વચ્ચે આકાશમાં વાદળોની અવરજવર પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વાદળછાયા વાતાવરણને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે, જેના પરિણામે અમદાવાદીઓને અસહ્ય બફારા અને ગભરામણનો સામનો કરવો પડશે. માત્ર છાંયો હોવાથી ગરમીમાં રાહત મળવાને બદલે લોકો વધુ પરસેવે રેબઝેબ થશે.દરિયાકાંઠાના વિસ્તારોમાં 'બફારાનો બોમ્બ' ફૂટશેહવામાન વિભાગે દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 9 અને 10 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે કે અત્યંત ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. આ સ્થિતિમાં વાસ્તવિક તાપમાન કરતા પણ ગરમીનો અહેસાસ ઘણો વધારે થાય છે. લોકોએ આ બે દિવસો દરમિયાન ભારે અસ્વસ્થતા માટે તૈયાર રહેવું પડશે.બપોરે 12 થી 4 ઘરની બહાર નીકળવાનું ટાળજોવધતી જતી ગરમી અને હીટવેવની ભીતિને પગલે આરોગ્ય વિભાગ દ્વારા રેડ એલર્ટ જેવી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા સલાહ અપાઈ છે. ડોક્ટરોના મતે, હીટસ્ટ્રોકથી બચવા માટે લીંબુ શરબત, છાસ અને પુષ્કળ પાણી પીવું હિતાવહ છે.આગામી સપ્તાહ પણ આકરું રહેશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ગરમીનો પારો ઉંચો જ રહેશે. શહેરી વિસ્તારોમાં કોંક્રીટના જંગલોને કારણે રાત્રિના સમયે પણ તાપમાન ઉંચુ રહેતા લોકોને ગરમીથી છુટકારો મળી રહ્યો નથી. આ સંજોગોમાં મે મહિનો ગુજરાત માટે ખરેખર 'અગ્નિપરીક્ષા' સમાન સાબિત થશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉનાળો ચરમસીમાએ પહોંચતા ગુજરાત ગરમીથી ઝઝૂમી રહ્યું છે | Achira News