ગાંધીનગરના બિલ્ડર પુત્રને સટ્ટાબજારનો કારોબાર ભરખી ગયો હોવાનો ઘટસ્ફોટ ગાંધીનગર, ગાંધીનગરના બિલ્ડરના પુત્ર ઋષભ પટેલ (ઉં-૨૫)ના આપઘાત કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવો જોઈએ. રિમાન્ડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ભાજપના પૂર્વ કોર્પાેરેટરનો પુત્ર મનિષ સ્પ્લેન્ડરના આઈડીથી સટ્ટો રમાતો હતો, તે ઉપરાંત કલ્પેશ ઉર્ફે તલાટી વાસ્તવમાં સાણંદમાં તલાટી તરીકે સરકારી નોકરી કરતો હોવાનો ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ઋષભની આત્મહત્યા કેસમાં ચાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સુઘડ ખાતે રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન હેલી નામની યુવતી સાથે ગત ૧૨ જાન્યુઆરીએ થયા હતા. ઋષભ ૨૫ જાન્યુઆરીએ સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તા.૨૬મીએ તેની કાર રાયપુર નર્મદા કેનાલ નજીકથી બિનવારસી મળી હતી. તેમાંથી બે પાનાની સ્યુસાઈટ નોટ મળી હતી. તે પછી તા.૨૮મીએ ઋષભનો મૃતદેહ કડી કેનાલમાંથી મળ્યો હતો. જોકે ઋષભે લખેલી સ્યુસાઈડ નોટમાં કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ (એ-૮૦૨, નેસ્ટ રેસીડેન્સી, રોડ કોબા), મનિષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઈ પટેલ (બી-૧૦૧, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ પટેલ (સી-૭૦૨, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (નાના ચિલોડા)ના ત્રાસના લીધે અંતિમ પગલું ભરી પત્ની હેલીને સંબોધીને મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યાે છે એમને સજા અપાવજે એવો ઉલ્લેખ કર્યાે છે. પરંતુ કઈ બાબત માનસિક ટોર્ચર થવું પડ્યું એ બાબતે સ્યુસાઈડ નોટમાં લખ્યુંનહીં હોવાથી ઋષભની પત્ની સહિતના મિત્રો શરૂઆતથી જ પોલીસ રડારમાં છે.
ઉશ્કેરણી અને માનસિક ત્રાસ વચ્ચે મિત્રની આત્મહત્યાના સંબંધમાં બિલ્ડરના પુત્રની ધરપકડ
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.