રાજકોટઃ ૧૯૮૯ માં કાર્યરત થયેલ એચ.જે.દોશી હોસ્પિટલની સ્થાપના એક ચેરીટેબલ સંસ્થા તરીકે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવાનો હતો. ત્રણ દાયકાથી વધુ સમયથી, હોસ્પિટલે સમાજની સેવા કરી છે. હોસ્પિટલ સારી અને અદ્યતન આરોગ્ય સારવાર પોસાય તેવા ખર્ચમાં આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજકોટની આ પ્રખ્યાત હોસ્પિટલે, તેની માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરીને સાત સુપર-સ્પેશિયાલિટી ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્ષનું નિર્માણ કરેલ હોવાનું હોીસ્પટલની એક યાદમાં જણાવાયું છે. આ નવી સુવિધામાં સંપૂર્ણ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, જે નાની સર્જરીઓથી લઈને જટિલ સુપર-સ્પેશિયાલિટી પ્રક્રિયાઓ અને અંગ પ્રત્યારોપણ સહિત બધાજ પ્રકારના ઓપરેશન કરવા માટેના અદ્યતન ટેકનોલોજી, નવીનતમ સર્જિકલ સાધનોથી સજ્જ અને આંતરરાષ્ટ્રીય તબીબી ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તથા સ્પેશીયાલીસ્ટ સર્જન્સ , તથા સમર્પિત ફીજીશયન, પેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા સેવા આપવામાં આવે છે. તેમ પણ જણાવાયું છે.
એચ. જે. દોશી હોસ્પિટલે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.