રાજકોટઃ સેવાભારતી કાર્યાલય ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,જિલ્લા રાજકોટ દ્વારા સાધારણ સભા તથા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ,પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી,સૌરાષ્ટ્ર સંભાગપ્ર૧ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ,મીડિયા માંથી રવિભાઈ પાંડોર,માધ્યમિક વિભાગમાં પ્રાંતમાંથી ગીતાબેન જલુ,વિભાગ મહિલા સંગઠન મંત્રીડૉ.લાભુબેન કારાવદરા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટના સંચાલનમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય દ્વારા સરસ્વતી વંદનાથી બેઠકનો શુભારંભ થયો. રાજકોટ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલ દ્વારા શિક્ષક મિત્રોનું સ્વાગત સાથે કરેલરાજકોટ તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઈ ઉધાસને પ્રાંત ટીમના હસ્તે વિધિવત રીતે સંગઠનમાં આવકારવામાં આવેલ ગત બેઠકના પ્રોસીડિંગનું વાંચન જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટ દ્વારા તથા વર્ષ ૨૦૨૫-૨૬ ના હિસાબો સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ ‘‘હમારા વિદ્યાલય - હમારા તીર્થ''જેવા વિચારો તેમજ આંતરિક સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપેલ.સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રાંત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ટીમ જાહેર કરવામાં આવી હતી.
એડ્યુકેશનલ ફેડરેશનની રાજકોટ ખાતે સામાન્ય સભા યોજાઈ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.