Achira News Logo
Achira News

એફ. આઈ. એચ. એ પુરુષ અને મહિલા હોકી વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી

Akila News
એફ. આઈ. એચ. એ પુરુષ અને મહિલા હોકી વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી
Full News
Share:

નવી દિલ્હી: વિશ્વ હોકીના ચાહકો માટે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ આગામી પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ વખતે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં સંયુક્ત રીતે યોજાવા જઈ રહી છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર છે, જે ઓગસ્ટ મહિનામાં ખેલપ્રેમીઓના શ્વાસ અધ્ધર કરી દેશે.૧૯ ઓગસ્ટે હાઈ-વોલ્ટેજ મુકાબલોભારતીય પુરુષ ટીમને પૂલ D માં રાખવામાં આવી છે, જ્યાં તેમની સાથે કટ્ટર હરીફ પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ અને વેલ્સ જેવી મજબૂત ટીમો છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૧૫ ઓગસ્ટે વેલ્સ સામે કરશે. ત્યારબાદ ૧૭ ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે ટક્કર થશે અને અંતે ૧૯ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ જામશે. આ ટૂર્નામેન્ટ ૧૫ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રમાવાની છે.મહિલા ટીમનો પડકારભારતીય મહિલા ટીમ પણ પૂલ D માં સામેલ છે. મહિલા ટીમ ૧૬ ઓગસ્ટે ચીન સામેની મેચથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારબાદ ૧૮ ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા અને ૨૦ ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે ભારતીય સિંહણો મેદાનમાં ઉતરશે. મહિલા ટીમના તાજેતરના પ્રદર્શનને જોતા આ વખતે મેડલની આશા ઘણી પ્રબળ છે.વર્લ્ડ કપના ગ્રુપ પર એક નજરપુરુષોની શ્રેણીમાં પૂલ A માં નેધરલેન્ડ અને આર્જેન્ટિના જેવી દિગ્ગજ ટીમો છે, જ્યારે પૂલ B માં બેલ્જિયમ અને જર્મની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પૂલ C માં ઓસ્ટ્રેલિયા અને સ્પેન જેવી ટીમો છે. મહિલાઓની શ્રેણીમાં પણ પૂલ A માં યજમાન નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો વચ્ચે જંગ જામશે.ભારતીય હોકી ટીમો અત્યારે આ મહાકુંભ માટે સઘન પ્રેક્ટિસ કરી રહી છે. પાકિસ્તાન સામેની મેચ હંમેશા મનોવૈજ્ઞાનિક દબાણવાળી હોય છે, ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય ખેલાડીઓ યુરોપની ધરતી પર કેવો જાદુ ચલાવે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

એફ. આઈ. એચ. એ પુરુષ અને મહિલા હોકી વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી | Achira News