Achira News Logo
Achira News

એલેક્સ હોનોલ્ડે સેફ્ટી ગિયર વિના તાઇપેઈ 101 ગગનચુંબી ઈમારત પર ચડાઈ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો

Sandesh
એલેક્સ હોનોલ્ડે સેફ્ટી ગિયર વિના તાઇપેઈ 101 ગગનચુંબી ઈમારત પર ચડાઈ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો
Full News
Share:

વિશ્વપ્રસિદ્ધ અમેરિકન પર્વતારોહક એલેક્સ હોનોલ્ડે ફરી એકવાર અશક્યને શક્ય કરી બતાવ્યું છે. `ફ્રી સોલો' (Free Solo) ક્લાઇમ્બિંગના કિંગ ગણાતા હોનોલ્ડે તાજેતરમાં તાઇવાનની આઇકોનિક ગગનચુંબી ઈમારત `તાઇપેઇ 101' પર કોઈ પણ જાતની સેફ્ટી, દોરડા કે હાર્નેસ વિના ચઢાણ કરીને નવો વિશ્વવિક્રમ રચ્યો છે. હોનોલ્ડે અગાઉ અમેરિકાના `અલ કેપિટન' પહાડને સુરક્ષા વિના સર કર્યો હતો. તેમણે આ વખતે કુદરતી ખડકોને બદલે કોંક્રીટ અને કાચની સીધી દીવાલો પસંદ કરી હતી. ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ઐતિહાસિક ઇવેન્ટમાં તેમણે 1667 ફૂટ ઊંચી અને 101 માળ ધરાવતી તોતિંગ ઈમારતને આશ્ચર્યજનક ઝડપે સર કરી હતી. પહાડો પર પથ્થરોની કુદરતી પકડ (grips) મેળવવી અલગ બાબત છે, પરંતુ કાચ જેવી લીસી ઈમારત પર સેંકડો ફૂટ ઊંચે પકડ જમાવવી અત્યંત જોખમી હોય છે. તેમ છતાં હોનોલ્ડે અદ્ભુત માનસિક સંતુલન અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર સાહસનું જીવંત પ્રસારણ એક ઓટીટી એપ પર કરવામાં આવ્યું હતું, જેણે દુનિયાભરના લોકોને શ્વાસ થંભાવી દેવા મજબૂર કર્યા હતા. તેમની આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ માનવ મર્યાદાઓને પડકારતું એક અનોખું ઉદાહરણ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

એલેક્સ હોનોલ્ડે સેફ્ટી ગિયર વિના તાઇપેઈ 101 ગગનચુંબી ઈમારત પર ચડાઈ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો | Achira News