રાજકોટ તા. ૧૯: શહેરના કેનાલ રોડ પર આવેલી એક પેઇન્ટની દુકાનમાં એશિયન પેઇન્ટ્સ જેવી નામાંકિત કંપનીના ઉત્પાદનોના બારકોડ અને કયુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદેસર વેચાણ કરવાનું કારસ્તાન ઝડપાતાં ચકચા જાગી છે. દિલ્હીની તપાસ સંસ્થા અને રાજકોટ એ-ડિવિઝન પોલીસના સંયુક્ત દરોડામાં અંદાજે રૂપિયા ૪.૬૬ લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે એ-ડિવીઝન પોલીસે અમદાવાદ રામોલમાં સોહમ સાનીધ્ય બંગલોઝ અદાણી સર્કલ પાસે રહેતાં અને દિલ્હી સ્થિત એસજીએસ આઇપીઆર કન્સલ્ટન્સી કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટીગેશન મેનેજર તરીકે ફરજ બજાવતાં સુભાષભાઇ હરિヘંદ્રભાઇ જયસ્વાલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી મીલપરા-૮/૨૦ના ખુણે આદર્શ મઢુલી ખાતે રહેતાં ચિરાગ મહેન્દ્રભાઇ ઉદેશી વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી નોટીસ આપવામાં આવી હતી. આ વેપારી દ્વારા એશિયન પેઇન્ટ્સના ડબ્બાઓ પર કંપની દ્વારા જે બારકોડ-ક્યુઆર કોડ અપાયેલા હોય છે તેના પર માર્કરથી ટપકા કરી છેડછાડ કરી પેઇન્ટ્સનું વેંચાણ કરવામાં આવતું હતું. ફરિયાદી સુભાષભાઈ કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓને એશિયન પેઇન્ટ્સ કંપની તરફથી કોપીરાઈટ ભંગ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા મળી હતી. આ અંતર્ગત ગત તા. ૦૫/૦૩ ના રોજ કંપનીના ઇન્વેસ્ટિગેટર અજયભાઈ યાદવે કેનાલ રોડ પર આવેલી ‘અપ્પુ પેઇન્ટ્સ' નામની દુકાનમાંથી ગ્રાહક બનીને એશિયન પેઇન્ટ્સનું ૨૦ લિટરનું પ્રાઇમર ખરીદ્યું હતું. આ ખરીદી દરમિયાન દુકાનદારે બિલ આપ્યું નહોતું અને પેમેન્ટ ઓનલાઇન મેળવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે પ્રોડક્ટ પરના ઓરિજિનલ બારકોડ પર માર્કર પેનથી ટપકાં કરી તેની વિગતો છુપાવવામાં આવી હતી. આ શંકાસ્પદ પ્રવૃત્તિની ખાતરી થયા બાદ ગઈકાલે તા. ૧૮ના રોજ રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પંચોની હાજરીમાં શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં આવેલી‘અપ્પુ પેઇન્ટ્સ' ની દુકાન (નં. એલ ૧, ૨, ૩) પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્ટ્સના અલગ-અલગ પ્રકારના કુલ ૬૬ કન્ટેનર મળી આવ્યા હતા, જેના બારકોડ પર છેડછાડ કરવામાં આવી હતી. જેમાં યલો મેટલ પીયુ પ્રાઇમર-૮ નંગ, ઇન્ટિરિયર વોલ પ્રાઇમરઃ ૯ નંગ, એપકોલાઇટ પ્રીમિયમ ઇનામલ ગ્લોસ ૪૯ નંગ મળી કુલ રૂા. ૪,૬૬,૨૧૦ના ૬૬ કન્ટેનગર જપ્ત કરાયા છે.
એશિયન પેઇન્ટ્સના પ્રોડક્ટ કોડને લઈને ચિરાગ ઉદેશી સામે છેડછાડનો કેસ નોંધવામાં આવ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.