મુંબઇ તા.૧૮: ચુટકી વગાડતાં રુબિક્સ ક્યુબ સોલ્વ કરી નાખતો અંધેરીનો હર્ષિવ મહેતા રમત-રમતમાં એશિયાનો સૌથી નાની વયનો ફાસ્ટેસ્ટ ક્યુબર બની ગયો. ખ્ગ્ઘ્ઝ શીખવાની ઉંમરમાં તે રાષ્ટ્રગીત ગાતાં-ગાતાં દસ પ્રકારના રુબિક્સ ક્યુબ્સ સોલ્વ કરે છે. ક્યુબ્સ સોલ્વ કરવા માટે અલગ-અલગ એલ્ગરિધમ હોય છે. એમાં ભૂલ થાય તો ક્યુબ સોલ્વ થતો નથી. એની મેથડ સમજવા મગજ કસવું પડે. બ્રેઇન-ટેસ્ટિંગ ટોય તરીકે ઓળખાતા મેકેનિકલ પઝલને જાતે શીખવું અને રેકોર્ડ બનાવવો એ નાનીસૂની વાત નથી. હર્ષિતે માત્ર ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને અત્યારે તે પાંચ વર્ષ એક મહિનાનો છે. મજાની વાત એ કે આ ઉંમરે તે નવો રેકોર્ડ બનાવવાના મિશન પર છે. હર્ષિવનાં મમ્મી મનસ્વી મહેતા કહે છે, ‘આપણે બધાએ ક્યારેક ક્યુબ સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો જ હશે. માઇન્ડગેમ હોવાથી ઉકેલવામાં વાર લાગે અને સમય નીકળી જાય છે. પઝલ-સોલ્વિંગની રમતથી બાળકનો ઝડપી વિકાસ થાય છે. હર્ષિવ એક જગ્યાએ શાંતિથી બેસી રહે, એકાગ્રતા વધે, પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ ડેવલપ થાય અને કઈ જગ્યાએ કઈ ફોર્મ્યુલા અપ્લાય કરવાની હોય એ સમજાવવાના હેતુથી રુબિક્સ ક્યુબ લાવી આપ્યા હતા. અમને હતું ક્યુબ ઉકેલવામાં વ્યસ્ત રહેશે પણ તે ઝડપથી સોલ્વ કરવા લાગ્યો. તેને ક્યુબ-સોલ્વિંગમાં મજા આવે છે જોઈ અલગ-અલગ પ્રકારના ક્યુબ લઈ આવ્યા. લર્નરથી લઈને ઍડ્વાન્સ લેવલ સુધીના ક્યુબ પણ ફટાફટ ઉકેલી નાખતો. તેનો ઇન્ટરેસ્ટ જોઈ પ્રોફેશનલ તાલીમ શરૂ કરી. અઠવાડિયામાં એક વાર શિક્ષક ઘરે આવતા. ત્રણ મહિનાના કોચિગમાં તેણે રેકોર્ડ બનાવી નાખ્યો. જોકે રેકોર્ડ માટે દાવો કરવો જોઈએ એવી પહેલાં જાણકારી નહોતી. અમે હર્ષિવના વિડિયો બનાવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં હતાં એ જોઈ ઘણા કહેતા કે બહુ ફાસ્ટ સોલ્વ કરે છે. ત્યાર બાદ ઇન્ટરનેટના માધ્યમથી ખણખોદ કરી. ઓલ ઇન્ડિયા ક્યુબ ફેડરેશન વિશે જાણકારી મેળવી. જૂના રેકોર્ડની માહિતી મેળવ્યા બાદ પ્રેક્ટિસ કરાવી વિડિયો શૂટ કર્યા અને અપ્રૂવલ માટે મોકલ્યા. ઓલ ઇન્ડિયા ક્યુબ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે તેણે ૩ મિનિટ ૪૯ સેકન્ડમાં ૧૦ પ્રકારના ક્યુબ સોલ્વ કરી અગાઉનો ૭ વર્ષના બાળકનો રેકોર્ડ તોડી નાખ્યો. રેકોર્ડની પુષ્ટિ થયા બાદ હર્ષિવને ૨૦૨૫ના વર્ષ માટે સૌથી ઝડપથી ૧૦ પ્રકારના રુબિક્સ ક્યુબ સોલ્વ કરવા માટે ગ્રેન્ડમાસ્ટરનું બિરુદ આપવામાં આવ્યું. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, સિગાપોરની એન્જિનિયર્સ બુક, ઇન્ટરનેશનલ અચીવર્સ બુક અને એન્જાિનિયર્સ ચાર્મ બુક ઓફ રેકોર્ડ્સમાં હર્ષિવને સ્થાન મળ્યું છે. ઉત્પલ સંઘવી ગ્લોબલ સ્કૂલ (IGCSE)માં જુનિયરKGમાં અભ્યાસ કરતા હર્ષિવ પાસે વિવિધ પ્રકારના ૧૬ ક્યુબ છે. અઠવાડિયામાં એક વારની તાલીમ ચાલુ છે. હવે તેને ઝડપથી ૧૫ ક્યુબ સોલ્વ કરવાનો રેકોર્ડ બનાવવો છે. એ માટે દરરોજ પ્રેક્ટિસ કરે છે. હર્ષિવને ફુટબોલ અને ક્રિકેટની રમતમાં પણ રસ છે. જનરલ નોલેજના ક્લાસમાં પણ જાય છે. તેના પપ્પા હર્ષિતભાઈને પ્રિન્ટિંગ અને પેકેજિગનો બિઝનેસ છે. મનસ્વીબહેન તેમના પપ્પાના બિઝનેસ સાથે જોડાયેલાં છે. પેરન્ટ્સ કામમાં વ્યસ્ત રહેતા હોવાથી હર્ષિવનો મોટા ભાગનો સમય દાદા-દાદી નૂતનબહેન અને હસમુખભાઈ સાથે વીતે છે. દાદા-દાદી સાથે પણ નવી-નવી રમતો રમે છે.
એશિયાના સૌથી યુવાન ઝડપી ક્યુબરઃ હર્ષિવ મહેતાએ 6 વર્ષની ઉંમરે 10 પ્રકારના રુબિક ક્યુબ્સ હલ કર્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.