રાજકોટ તા. ૧૯: અલગ અલગ ગુનાઓમાં સામેલ વધુ એક શખ્સને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધો છે. નારાયણનગર મેઇન રોડ ઢેબર કોલોની બાબા પાનની બાજુમાં રહેતાં સમીર ઉર્ફે ભાણો રહીમભાઇ જામ (ઉ.વ.૨૩)ને પાસા તળે જામનગર જેલહવાલે કરાયો છે. પોલીસના કહેવા મુજબ સમીર ઉર્ફે ભાણા વિરૂધ્ધ સેલ્ફમાં કાર ભાડેથી લઇ જઇ બાદમાં બારોબાર કાર સસ્તા ભાવે વેંચી દેવાના તેમજ માદક પદાર્થ સહિતના ગુનાઓ નોંધાયા હતાં. યુનિવર્સિટી પોલીસમાં ત્રણ ગુના, એ-ડિવીઝનમાં એક, માલવીયાનગરમાં એક અને અમદાવાદમાં બે ગુના સહિતના છ ગુનામાં તે સામેલ હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી ચૈતન્ય મંડલીકની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, દિપકભાઇ ડાંગર, મનિષભાઇ ચાવડા, કોન્સ. કલ્પેશભાઇ ચાવડા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી.
કુખ્યાત ગુનેગાર સમીર ઉર્ફે ભન્નો રહીમભાઈ જામની જામનગરમાં ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.