દસાડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. તેમણે Form-7 (નામ રદ કરવા/આપત્તિ)ના વ્યાપક દુરુપયોગ અંગે ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ મામલે ફોજદારી કાર્યવાહીની આવેદનપત્રમાં જણાવાયું છે કે, મતદાર યાદી વિશેષ સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા સ્થળ તપાસ કરીને નોંધવામાં આવેલા વાસ્તવિક અને પ્રમાણિક મતદારોના નામો દૂર કરવાના ગુનાહિત ઈરાદા સાથે Form-7નો મોટા પાયે દુરુપયોગ થયો છે. પ્રાથમિક પુરાવાઓ આ સ્પષ્ટ કરે છે. કોંગ્રેસના મતે, હજારોની સંખ્યામાં (આશરે 5,000થી 10,000) Form-7 એકસાથે ભરવામાં આવ્યા છે. આ ફોર્મ સોફ્ટવેર અથવા ઓટોમેટેડ પદ્ધતિથી જનરેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારબાદ, આ ફોર્મ છાપીને આયોજનબદ્ધ રીતે વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપના કાર્યકરોને પહોંચાડવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, એક જ વ્યક્તિ દ્વારા આશરે 25-50થી 200 ફોર્મ પર એકસરખી કે અલગ અલગ સહીઓ કરી, નામ, EPIC નંબર તથા મોબાઈલ નંબર લખવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં એક જ વ્યક્તિના અલગ અલગ બોગસ મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે. ભાજપના રાજકીય કાર્યકરોને ખોટા 'ઓબ્જેક્ટર' (આપત્તિ ઉઠાવનાર) તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ખાસ કરીને ગરીબ, OBC (અન્ય પછાત જાતિઓ), મુસ્લિમ તથા અનુસૂચિત જાતિ (SC/Dalit)ના મતદારોને લક્ષ્ય બનાવી તેમના નામ મતદાર યાદીમાંથી કાઢવાનો ભયંકર ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા ફોર્મ સંબંધિત કચેરીઓમાં જમા કરાવવામાં આવ્યા છે. આ કૃત્યો ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ દંડનીય ગુનાઓ બને છે. તેમાં કલમ 61 (ગુનાહિત ષડયંત્ર), કલમ 316 (છેતરપિંડી), કલમ 334 અને 336 (ખોટા દસ્તાવેજ બનાવવું), કલમ 337 (ખોટી ઓળખ ધારણ કરવી) અને કલમ 341 (જાહેર રેકોર્ડ સાથે ચેડા)નો સમાવેશ થાય છે, કારણ કે મતદાર યાદી એક જાહેર દસ્તાવેજ છે. આ ઉપરાંત, Representation of the People Act, 1950 હેઠળ મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું પણ ગુનો છે. કોંગ્રેસે જણાવ્યું કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 14, 15, 19(1)(a) અને 326 હેઠળના મૂળભૂત અધિકારોનો પણ આ રીતે ભંગ થાય છે. આવેદનપત્રમાં ચૂંટણી પંચ (ECI)ની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘનનો પણ ઉલ્લેખ કરાયો છે. ECIની માર્ગદર્શિકા મુજબ, બલ્કમાં Form-7 સ્વીકાર્ય નથી. ઓબ્જેક્ટરની વ્યક્તિગત ઓળખ અને જાણકારી ફરજિયાત છે, અને EROની ફરજ છે કે તે પ્રાથમિક દ્રષ્ટિએ ખોટા ફોર્મ તરત રદ કરે. કોંગ્રેસે આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જાળવી શકાય. 1.તમામ Bulk Form-7 પર તાત્કાલિક રોક (Stay) મૂકવામાં આવે. 2શંકાસ્પદ Form-7 ને prima facie રદ કરવામાં આવે. 3.હેન્ડ રાઇટિંગ અને ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવે. 4.ફોર્મ ક્યાં પ્રિન્ટિંગ થયા છે તેમજ સોફ્ટવેર સોર્સની તપાસ થાય. 5.આ જથ્થાબંધ ફોર્મ કચેરીમાં કોણ જમા કરાવી ગયું તેની તપાસ કરવી,કચેરીના સીસી ટીવી તપાસવામાં આવે તથા જે કર્મચારી દ્વારા સ્વીકારવામાં આવ્યા હોય તેની તપાસ કરવામાં આવે. 5.જવાબદાર વ્યક્તિઓ (જે જે લોકોએ આ ગુનામાં મદદગારી કરી હોય તે તમામ) સામે BNS તથા RPA હેઠળ FIR નોંધવામાં આવે. 6.અસરગ્રસ્ત મતદારોના નામ યથાવત રાખવામાં આવે. 7.સમગ્ર મામલો Election Commission of India ને રિપોર્ટ કરવામાં આવે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમને ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય ન્યાયાલયનો આશરો લેવાની ફરજ પડશે આ ઉપરાંત હજારો લોકોના અસ્તિત્વનો ખતરો ઉભો થતો હોય અમોને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
કોંગ્રેસે મતદાર યાદી સુધારાની પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.