રાજકોટઃ તા.૩,આવતીકાલે મનપાનું બજેટ રજુ થનાર છે,ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ ર૦ કામોનો સમાવેશ કરવા આજે માંગ કરી છે. તેમજ ચૂંટણી નિર્ભર બજેટ નહિ પરંતુ આત્મ નિર્ભર અને વાસ્તવીક બજેટ બનાવવા શાસકોને જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં આવતા તમામ વિસ્તારોની યાદી મુજબ જોતા અને રાજકોટના લોકો પાસેથી મેળવેલી માહિતી અનુસાર નવા વર્ષના બજેટમાં કામ સમાવવા માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ રજૂ કરી અને તેના માટે શાસકો યોગ્ય નિર્ણય કરે તેવી રાજકોટના લોકો વતી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા,વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા,કોર્પોરેટરો મકબુલભાઇ દાઉદાણી તથા કોમલબેન ભારાઇએ કરી હતી. કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકા વતી કોઈ પણ પ્રકારના રાજકોટની પ્રજા ઉપર વધારાના ટેક્સનો બોજો આપવો નહીં અને કોર્પોરેશન દ્વારા વ્યાજ માફીની સ્કીમ આવે તો કરોડો રૂપિયા જે કોર્પોરેશનના લોકો પાસે બાકી છે તે જમા થઈ શકે અને હાલ બિલ્ડરોને જે જમીન વેચવાની યોજનાઓ છે તેમાંથી પણ કોર્પોરેશનને રાહત મળી શકે તે સમાવેશ બજેટમાં કરવા જણાવ્યું હતું. ઉપરાંત સામા કાંઠા વિસ્તારમાં રીંગરોડ સુધીમાં જેટલી ટીપી સ્કીમો આવતી હોય તે ફાઇનલ કરવી જોઈએ જેથી કરીને રાજકોટનો વિકાસ ચારે કોર સમતોલ થઈ શકે હાલ ફક્ત અમુક લોકોના પ્લોટો કે જે રાજકીય વગ ધરાવે છે તેવા લોકોના પ્લોટ છે તે બાજુ જ ટીપી સ્કીમો ફાઈનલ થઇ રહી છે અમારી માંગણી છે ટીપી સ્કીમ નંબર ૧૪*૪૦*૧૫*૧૭*૧૮*અને ૩૧ કે જે સામે કાંઠે છે તેને ફાઇનલ કરવી જોઈએ. સીનીયર સીટીઝન લોકો માટે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ચાલતી બસોમાં મફત મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ.
કોંગ્રેસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વાસ્તવિક બજેટની માંગ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.