આધ્યાત્મિકતા અને શ્રદ્ધાના સંગમ સમાન પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો આવતીકાલ, 19 માર્ચને ગુરુવારથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. મા ખોડલની આરાધના માટે વિશ્વ પ્રસિદ્ધ એવા ખોડલધામ મંદિર-કાગવડ ખાતે આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના મા ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ અલગ-અલગ જિલ્લા અને તાલુકાની મહિલા સમિતિઓ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જેમાં ધ્વજારોહણ, છપ્પનભોગ અન્નકૂટ, નવચંડી યજ્ઞ, રાસ-ગરબા, માતાજીને ચૂંદડી અર્પણ વિધિ અને ધૂન-કીર્તન જેવા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. ભક્તો મા ખોડલના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી શકે તે માટે ખોડલધામ ખાતે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ચૈત્રી સુદ એકમથી નોમ સુધી જે ભક્તો માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે, તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ખોડલધામ ખાતે 19 માર્ચથી 27 માર્ચ સુધી ચાલનારા આ ભક્તિ યજ્ઞમાં હજારો ભાવિકો ઊમટી પડશે તેવી શક્યતા છે. આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ક્યા નોરતે ક્યા શહેરની બહેનો માતાજીની આરાધના કરશે પ્રથમ નોરતું : જામનગર મહિલા સમિતિ દ્વારા આરાધના કરશે. બીજું, ત્રીજું, ચોથું નોરતું :ધોરાજી, પોરબંદર અને અમરેલીની બહેનો આરાધના કરશે. પાંચમું, છઠ્ઠું, સાતમું નોરતું : ગોંડલ, જૂનાગઢ, ઉપલેટા મહિલા સમિતિ આરાધના કરશે. આઠમું અને નવમું નોરતું : રાજકોટ શહેર, જામકંડોરણાની બહેનો દ્વારા આરાધના કરવામાં આવશે.
કાગવાડના ખોડલધામ મંદિરમાં ચૈતી નવરાત્રી ઉત્સવની ઉજવણી શરૂ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.