રાજકોટ,તા. ૩ : અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન દ્વારા આયોજિત મહાધિવેશન દરમિયાન કોચિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. મહાધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ ઘટક સંઘોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI)ના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી આશિષ ગંભીરે શ્રી હેમાંગ રાવલની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂકની જાહેરાત કરાવી હતી. (મો. ૯૮૯૮ર ૩૩૦૩૮,અમદાવાદ). આ પ્રસંગે નિમણૂક સ્વીકારતા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે,ગુજરાતના શિક્ષણ અને શિક્ષણવિદોની લાગણીઓ,સમસ્યાઓ તથા યોગ્ય માંગણીઓને હવે રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે. ખાસ કરીને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં અમલમાં આવનાર ટયુશન એક્ટમાં ફેડરેશન દ્વારા રજૂ કરાયેલા સૂચનો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે તે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. શ્રી રાવલે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે પારદર્શક વ્યવસ્થા,શિક્ષણ સંસ્થાઓના હિતોની રક્ષા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફેડરેશન સતત સક્રિય ભૂમિકા ભજવશે.
કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ નવા રાષ્ટ્રીય સંયુક્ત સચિવની નિમણૂક કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.