Achira News Logo
Achira News

કચ્છના નાના રણમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવ અભયારણ્યે પાણીની ટાંકીઓ ભરી

Akila News
કચ્છના નાના રણમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવ અભયારણ્યે પાણીની ટાંકીઓ ભરી
Full News
Share:

કાળઝાળ ગરમીમાં વન્ય જીવોને પાણીની સુવિધાઓ મળી રહે તે માટે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં વન વિભાગ દ્વારા પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા રણમાં આવેલ અવેળાઓમાં ટેન્કર થકી પાણી ભરી વન્યજીવો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શુ દશા થતી હશે. ત્યારે કચ્છનું નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 45 થી 48 સુધી પહોંચે છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવાડામાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અવાડા ભરવામાં આવે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કચ્છના નાના રણમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવ અભયારણ્યે પાણીની ટાંકીઓ ભરી | Achira News