Achira News Logo
Achira News

કડક સુરક્ષા પગલાં સાથે એન. ઇ. ઇ. ટી.-યુ. જી. તબીબી પ્રવેશ પરીક્ષા વારાણસી જિલ્લામાં યોજાઈ

Divya Bhaskar
કડક સુરક્ષા પગલાં સાથે એન. ઇ. ઇ. ટી.-યુ. જી. તબીબી પ્રવેશ પરીક્ષા વારાણસી જિલ્લામાં યોજાઈ
Full News
Share:

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રવિવારે લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET-UG) નવસારી જિલ્લામાં અત્યંત ચુસ્ત સુરક્ષા અને પારદર્શક વાતાવરણમાં યોજાઈ હતી. આ વર્ષે નવસારી કેન્દ્ર પર પરીક્ષા માટે કુલ 2649 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 2607 છાત આમ, જિલ્લામાં પરીક્ષાનું સરેરાશ પરિણામ 98.41%હાજરી સાથે નોંધપાત્ર રહ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે કેન્દ્રો પર કડક તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પેન, ડ્રેસ કોડ અને આઈડી પ્રૂફ અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. કેન્દ્રોની બહાર વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પેપર એકંદરે મધ્યમ રહ્યું હોવાના પ્રતિભાવો વિદ્યાર્થીઓ દ્વારા મળી રહ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની નજર પ્રોવિઝનલ આન્સર કી અને પરિણામ પર ટકેલી છે. મેડીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા છાત્રોની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા યોજવાનો હેતુMBBS, BDS અને આયુષ જેવા સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સમાન ધોરણ અને પારદર્શિતા જાળવવાનો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કડક સુરક્ષા પગલાં સાથે એન. ઇ. ઇ. ટી.-યુ. જી. તબીબી પ્રવેશ પરીક્ષા વારાણસી જિલ્લામાં યોજાઈ | Achira News