(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૦: હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને મિનિ વાવાઝોડા જેવા ફૂંકાયેલા જોરદાર પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટકતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ફાળ પડી છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા,તૈયાર પાક બરબાદ હાલ રવિ પાકની સીઝન તેના અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં,જીરું અને ચણા જેવા કિંમતી પાક કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી,ત્યારે જ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેતરોમાં પાકના પાથરા વિખાઈ ગયા છે,જેના કારણે ધાન્યની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ‘‘જાયે તો જાયે કહાં''જેવી લાચારી અનુભવી રહ્યા છે. ખેડૂતોની ચિંતામાં વધારો કમોસમી વરસાદના કારણે એરંડા અને જીરું જેવા રોકડિયા પાકોને વ્યાપક અસર થઈ છે. મહેનત કરીને પકવેલો પાક જ્યારે હાથમાં આવવાની તૈયારીમાં હતો,ત્યારે જ કુદરતે રૂદ્ર રૂપ ધારણ કરતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની વાવાજડી,વરસાદ સાથે બરફના કરાઓ પણ વરસ્યા હતા માવઠાની હજુ પણ આગાહી હોવાથી સાવચેતી માટે તા. ૨૦ મી એ ચોટીલા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.માવઠામાં સૌથી વધુ ખેડૂતોની કફોડી હાલત થયેલ છે. પાક પલળી જતા નુકસાન પણ થયેલ છે.
કમોસમી વરસાદે ચોટિલાના પાકને નુકસાન પહોંચાડ્યું, ખેડૂતોને બરબાદ કર્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.