Achira News Logo
Achira News

કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં ચિંતા અને નુકસાન થયું છે

Sandesh
કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં ચિંતા અને નુકસાન થયું છે
Full News
Share:

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ માટે મળેલી સમીક્ષા બેઠકમાં રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ કરવા અને ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે.વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા તેમજ આગામી 1 જુનથી કલેક્ટરે સૂચના આપી હતી. બીજી તરફ રાજકોટ મનપાએ પણ પ્રિમોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટ મનપા દ્વારા પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા પ્રિ મોન્સૂનનો પ્લાન તૈયાર કર્યો છે. આગામી 30 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેરના 63 વોકળામાંથી પાણી નિકાલનું આયોજન કરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના રેડ સ્પોટ નક્કી કરાયા છે. શહેરમાં 30 મિનીટમાં વરસાદી પાણીના નિકાલનો દાવો કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના સ્પોટનું મોનિટરીંગ CCTV દ્વારા કરાશે. 800માંથી 200 જર્જરીત આવાસનું રિપેરીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી 250 જેટલા જર્જરીત મકાન દૂર કરાયા છે. દર વખતે તંત્રના દાવા પર દર વર્ષે વરસાદી પાણી ફરી વળે છે. શહેરમાં ત્રણ દાયકાથી બદલાયેલી વરસાદી પેટર્નના કારણે શહેરમાં માત્ર એક ઈંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. રાજકોટ જિલ્લામાં ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવા પર ભાર મુક્યો હતો.નિવાસી અધિક કલેક્ટરે જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી.ચોમાસામાં જાનહાનિ ટાળવા આગોતરી અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો.પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું. આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી.આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેના કારણે તે ગર્ભવતી બની હતી.ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે મહિલાના પતિની ફરિયાદ બાદ આ ઘટનામાં બાળકની માતા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ કાનાભાઈ વાસણની ફરિયાદના આધારે આરોપી પત્ની જાગૃતિ વિપુલ વાસણ તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર વેલંજા રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઈઝર 41 વર્ષીય યુવક સાથે મુંબઈની યુવતી અને તેના પરિવારે લગ્નનું નાટક રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.લગ્ન મંડપમાં જ આબરૂની દુહાઈ દઈ ર લાખ પડાવ્યા બાદ લૂંટરી દુલ્હન માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈ મુંબઈ પલાયન થઈ ગઈ છે.હવે આ ટોળકી યુવક પાસે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે. મૂળ ભાવનગર કણબીવાડના વતની અને હાલ ઉમરા વેલંજા ખાતે રહેતા ઉમેશ દેવેન્દ્રભાઈ ધોળકીયાએ પોતાના લગ્ન માટે 'Saadi.com' પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઓગસ્ટ-2025માં તેમનો સંપર્ક મુંબઈના કલ્યાણમાં રહેતી અર્ચના કપૂરચંદ માહાનંદ સાથે થયો હતો.અર્ચનાએ શરૂઆતથી જ લગ્ન બાદ અલગ રહેવાની અને બહાર નોકરી કરવાની શરતો મૂકી હતી.ઉમેશે એ સ્વીકારી લેતાં ગત 3 ફેબ્રુઆરીએ સિંગણપોર ખાતે લગ્ન નિર્ધારિત હતા.લગ્નવિધિ સમયે જ અર્ચના તેનાં માતા-પિતા અને બહેને લગ્ન ખર્ચ પેટે 3 લાખની માંગણી કરી હતી.જો રૂપિયા ન મળે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપતા,સમાજમાં આબરૂ જશે તેવા ડરથી ઉમેશભાઈએ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.લગ્ન બાદ અર્ચનાએ શરૂઆતથી શરીર સંબંધ બાંધવામાં આનાકાની કરી હતી. આબુ અને અરલેજ પ્રવાસ દરમિયાન પણ તેણે બીમારીના બહાના કાઢ્યા હતા.આબુ પવાસ દરમિયાન તેણે ઉમેશના મોબાઈલમાંથી મહત્ત્વના ચેટ્સ અને પુરાવાઓ પણ ડિલીટ કરી દીધા હતા. લગ્નના 10 દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ તે પિયર મુંબઈ જતી રહી હતી.ઉમેશ પત્નીને લેવા મુંબઈ ગયો ત્યારે અર્ચનાએ કહી દીધું હતું કે, હું આવવાની નથી.જો છૂટાછેડા લેવા હશે તો દર મહિને પરિવારને 50 હજાર આપવા પડશે અને દબાણ કરશો તો તેની બહેન વૈભવી પર બળાત્કારની ફરિયાદ કરશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે અર્ચના પિયર જતી વખતે 2 લાખ રોકડા ઉપરાંત સોનાનું મંગળસૂત્ર,હાર,નાકનો દાણો અને ચાંદીની પાયલ મળી રૂ.3.93 લાખની મતા સાથે લઇ ગઈ છે.ઉત્રાણ પોલીસે અર્ચના,તેની બહેન વૈભવી,માતા આશાબેન અને પિતા કપૂરચંદ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં ચિંતા અને નુકસાન થયું છે | Achira News