Achira News Logo
Achira News

ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ખાતે કાર ભાડા છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ખાતે કાર ભાડા છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી
Full News
Share:

રાજકોટમાં સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે લઈ તેને પોતાની માલિકીની બતાવી સસ્તા ભાવે વેચી નાખતો સમીર ઉર્ફે ભાણો રહીમભાઈ જામ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લઈ જામનગર જેલમાં ખસેડાયો છે. પોલીસ મુજબ, સમીર કાર રેન્ટલ કંપનીઓ તેમજ વ્યક્તિઓ પાસેથી વિશ્વાસમાં લઈ કાર લેતો અને પછી દસ્તાવેજી વિશ્વાસ ઊભો કરી તે કાર અન્ય લોકોને વેચી નાખતો. આ રીતે મૂળ માલિકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડતું ગોરખધંધા ચલાવતો હતો.આરોપી સામે અગાઉ પણ છેતરપિંડી, હુમલો અને NDPS સહિતના ગુનાઓ નોંધાયેલા છે. યુનિવર્સિટી પોલીસ મથક સહિત રાજકોટ અને અમદાવાદમાં કુલ 8 ગુનાઓ નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આવા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ખાતે કાર ભાડા છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી | Achira News