Achira News Logo
Achira News

કાર્તિક આર્યનની રોમેન્ટિક કોમેડી'તુ મેરી મેં તેરા'એમેઝોન પ્રાઇમ વીડિયો તરફ આગળ વધી રહી છે.

Akila News
કાર્તિક આર્યનની રોમેન્ટિક કોમેડી'તુ મેરી મેં તેરા'એમેઝોન પ્રાઇમ વીડિયો તરફ આગળ વધી રહી છે.
Full News
Share:

મુંબઇ તા. ૨: બોલિવૂડના ચોકલેટી બોય કાર્તિક આર્યન અને અનન્‍યા પાંડેની રોમેન્‍ટિક કોમેડી ફિલ્‍મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરીઁ (TMMTMTTM)એ થિયેટરોમાં રિલીઝ થતાની સાથે જ યુવા દર્શકોમાં આકર્ષણ જમાવ્‍યું છે. પતિ પત્‍નિ ઔર વો બાદ આ જોડીને ફરી સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્‍સાહિત હતા. જો તમે આ ફિલ્‍મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમારા માટે સારા સમાચાર છે. લેટેસ્‍ટ અહેવાલો મુજબ, આ ફિલ્‍મના ડિજિટલ સ્‍ટ્રીમિંગ રાઈટ્‍સ જાણીતા ઓટીટી પ્‍લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ ખરીદી લીધા છે. થિયેટર રન પૂર્ણ કર્યા બાદ આ ફિલ્‍મ ડિજિટલ પ્‍લેટફોર્મ પર વૈશ્વિક સ્‍તરે રિલીઝ કરવામાં આવશે. થિયેટ્રિકલ રિલીઝના વિન્‍ડો પિરિયડ બાદ, આ ફિલ્‍મ ફેબ્રુઆરીના મધ્‍યમાં ઓટીટી પર રિલીઝ થવાની શકયતા છે. પ્રાઇમ વિડિયોના વિશાળ પ્રેક્ષક વર્ગને કારણે આ ફિલ્‍મને ડિજિટલ પ્‍લેટફોર્મ પર પણ જોરદાર પ્રતિસાદ મળવાની આશા છે. ધર્મા પ્રોડક્‍શનની ભવ્‍યતા કરણ જોહર અને કાર્તિક આર્યન દોસ્‍તાના-૨ના વિવાદ બાદ પ્રથમ વખત આ પ્રોજેક્‍ટમાં સાથે આવ્‍યા છે. લગભગ ૧૫૦ કરોડના મોટા બજેટમાં બનેલી આ ફિલ્‍મ વર્તમાન સમયની સૌથી મહત્‍વાકાંક્ષી રોમ-કોમ માનવામાં આવે છે. આધુનિક પ્રેમ કહાની ફિલ્‍મની કહાની આજના સમયના સંબંધો પર આધારિત છે. કાર્તિક આર્યન બેફિકર યુવકના પાત્રમાં છે, જ્‍યારે અનન્‍યા પાંડે રૂમી નામની વ્‍યવહારૂ યુવતીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્‍મનું શૂટિંગ ક્રોએશિયા જેવા અદભૂત આંતરરાષ્‍ટ્રીય લોકેશન્‍સ પર કરવામાં આવ્‍યું છે, જે પ્રેક્ષકો માટે વિઝ્‍યુઅલ ટ્રીટ સમાન છે. ફિલ્‍મની શરૂઆત એક બુક સ્‍ટોરમાં બંનેની વિચિત્ર મુલાકાતથી થાય છે. ત્‍યારબાદ નસીબ તેમને ક્રોએશિયાની ફ્‌લાઈટમાં અને પછી એક બોટ (નાવ) પર સાથે રજાઓ વિતાવવા મજબૂર કરે છે. એકબીજાને પસંદ ન કરતા આ બંને પાત્રો કેવી રીતે પ્રેમમાં પડે છે, તે આ ફિલ્‍મની હળવી-ફૂલકી કહાની છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કાર્તિક આર્યનની રોમેન્ટિક કોમેડી'તુ મેરી મેં તેરા'એમેઝોન પ્રાઇમ વીડિયો તરફ આગળ વધી રહી છે. | Achira News