Achira News Logo
Achira News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાવેતર કરાયેલ રીંગણની વૈજ્ઞાનિક ખેતી પર તાલીમ કાર્યક્રમનું આયોજન

Divya Bhaskar
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાવેતર કરાયેલ રીંગણની વૈજ્ઞાનિક ખેતી પર તાલીમ કાર્યક્રમનું આયોજન
Full News
Share:

ખેડૂતો ખેતીમાં આધુનિક તકનીકો અપનાવી પોતાની આવક બમણી કરે તેવા ઉમદા હેતુ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા કલમિત રીંગણની વૈજ્ઞાનિક ખેતી વિષય પર એક દિવસીય વિસ્તૃત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેવિકે નવસારીના વરિષ્ કાર્યક્રમની શરૂઆતમાં ડો. કે. વી. મકવાણાએ ઉપસ્થિત તમામ ખેડૂતોને તાલીમના મુખ્ય ઉદ્દેશ્યો વિશે ટૂંકમાં માહિતી આપી હતી. તાલીમ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતોએ ખેડૂતોને કલમિત રીંગણની ખેતીના વિવિધ પાસાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. અસ્પી કોલેજના પ્રાધ્યાપક ડો. એન. કે. પટેલે કલમિત રીંગણની ટેકનોલોજી વિશે વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે, કલમિત રીંગણ સામાન્ય રીંગણ કરતા વધુ ઉત્પાદન આપે છે તેની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે અને તે લાંબા સમય સુધી ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિક (બાગાયત) ડો. દિક્ષિતા પ્રજાપતિએ રીંગણના પાકમાં પોષક તત્વોની જરૂરિયાત અને રાસાયણિક તથા જૈવિક ખાતરના સંતુલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતોને ઉપયોગી સલાહ આપી હતી. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ ખેડૂતો પ્રત્યક્ષ રીતે તકનીકને સમજી શકે તે માટે ડો. દિક્ષિતા પ્રજાપતિ દ્વારા કલમિત રીંગણનું અગ્રીમ હરોળ નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. વધુમાં, ખેડૂતોને પ્રાયોગિક ધોરણે વાવેતર કરવા માટે કલમિત રીંગણના છોડનું નિદર્શન પેટે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નવસારી જિલ્લાના 50થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. આધુનિક અને સુધારેલી ખેતી પદ્ધતિથી પ્રભાવિત થઈને ઉપસ્થિત ખેડૂતોએ આગામી સમયમાં કલમિત રીંગણની ખેતી અપનાવવાની ખેવના વ્યક્ત કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાવેતર કરાયેલ રીંગણની વૈજ્ઞાનિક ખેતી પર તાલીમ કાર્યક્રમનું આયોજન | Achira News