જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઈટ ખાતે આજરોજ 2જી ફેબ્રુઆરી નિમિત્તે “વિશ્વ જલપ્લાવિત દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 1971માં ઈરાનના રામસર શહેરમાં સ્વ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ જલપ્લાવિત વિસ્તારોના પર્યાવરણમાં મહત્વ, પૂર નિયંત્રણ, પાણીના કુદરતી શુદ્ધિકરણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ વિશે જનજાગૃતિ લાવવાનો છે. વર્ષ 2026 માટે “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” થીમ જાહેર કરવામાં આવી છે, જે પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંસાધનો વચ્ચેના સંબંધને ઉજાગર કરે છે. આ અવસરે સ્કૂલના વિદ્યાર્થીઓ, ગાઈડ મિત્રો તથા વિવિધ સ્ટેકહોલ્ડર્સની હાજરીમાં ખીજડીયા પક્ષી અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વધાસીયા, રાઉન્ડ ફોરેસ્ટર રાજીબેન અને સ્ટાફના સંકલનથી વિવિધ શૈક્ષણિક તથા માર્ગદર્શક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત રેલી, વેટલેન્ડ વોક, બર્ડ વોચિંગ, નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધા અને “વેસ્ટમાંથી બેસ્ટ” જેવી રચનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. માટીમાંથી પક્ષીઓના મોડલ બનાવવાની પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંતમાં પર્યાવરણ, જલપ્લાવિત ભૂમિના સંરક્ષણ માટે શપથ ગ્રહણકર્યા હતાં.
ખિજડિયા પક્ષી અભયારણ્યે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે વિશ્વ જળભરાવ દિવસની ઉજવણી કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.