Achira News Logo
Achira News

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું સમાપન થયું

Divya Bhaskar
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું સમાપન થયું
Full News
Share:

દાંતીવાડામાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં મહેસાણા, અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્યએ પ્રથમ જ્યારે ગીર સોમનાથ અંડર-14 માં ત્રીજા સ્થાને જ્યારે અંડર-17 માં બીજા ક્રમે રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-14 કેટેગરીમાં 8 ટીમોના 96 ખેલાડીઓ અને અંડર-17 કેટેગરીમાં પણ 8 ટીમોના 96 ખેલાડીઓએ પોતાની રમત રજૂ કરી હતી. મહા મુકાબલાઓ બાદ અંડર-14 કેટેગરીમાં મહેસાણા જિલ્લો ચેમ્પિયન બન્યો, જ્યારે ડાંગ જિલ્લાએ દ્વિતીય અને ગીર સોમનાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અને અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમે પ્રથમ, ગીર સોમનાથે દ્વિતીય અને પંચમહાલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ખેલાડીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રમતની દર્શકોએ પ્રશંસા કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું સમાપન થયું | Achira News