Achira News Logo
Achira News

ખોસલા કા ઘોસલા 2: કલ્ટ કોમેડી સિક્વલ 28 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે

Western Times
ખોસલા કા ઘોસલા 2: કલ્ટ કોમેડી સિક્વલ 28 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે
Full News
Share:

મુંબઈ,ફિલ્મ ખોસલા કા ઘોસલાની સીક્વલ ખોસલા કા ઘોસલા ૨ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ લોકપ્રિય કલ્ટ કોમેડી ફિલ્મની સીક્વલ હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર જાહેર કરીને આ જાહેરાત કરી હતી. લગભગ બે દાયકાઓ બાદ આ લોકપ્રિય ળેન્ચાઇઝનો નવો ભાગ આવી રહ્યો છે, જેને કારણે દર્શકોમાં ખાસ ઉત્સુકતા પણ છે.આ સિક્વલનું ડિરેક્શન પ્રશાંત ભગિયા કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા ટી-સિરિઝના બેનર હેઠળ તાંડવ ફિલ્મ્સ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સવિતા રાજ હિરેમથ અને રાજ હિરેમથ પણ આ પ્રોજેક્ટના નિર્માતા છે. હાલમાં ફિલ્મની વાર્તા અંગે કોઈ ખાસ વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે સિક્વલમાં મૂળ ફિલ્મના કલાકારો ફરી પોતાના જ પાત્રોમાં જોવા મળશે અને તે જ પાત્રો ફરી પડદા પર જીવંત બનશે, જેમણે પહેલી ફિલ્મને કલ્ટ લોકપ્રિયતા અપાવી હતી. આ ફિલ્મમાં અભિનેતા રવિ કિશન પણ એક મહત્વના રોલ માટે જોડાયા છે. આ પ્રોજેક્ટની જાહેરાત આ વર્ષનાં જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરે ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આ ફિલ્મના શૂટિંગ સાથે પોતાની કારકિર્દીનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન નોંધાવ્યો હતો, કારણ કે આ તેમની ૫૫૦મી ફિલ્મ છે.સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં અનુપમ ખેરે પોતાના લાંબી ફિલ્મી સફરની યાદો તાજી કરી હતી. તેમણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યાે હતો, જેમાં તે ફિલ્મમેકરે તેમની અનેક ફિલ્મોમાં કામ કરવાની સિદ્ધિ વિશે જાણ્યા પછી તેમને મેરેથોન મેન ઓફ ઈન્ડિયન સિનેમા કહી સંબોધ્યા હતા.દિલ્હીમાં સીક્વલનું શૂટિંગ શરૂ કરતાં અનુપમ ખેરે લખ્યું હતુંઃ કે આજે મેં મારી ૫૫૦મી ફિલ્મ ખોસલા કા ઘોસલા ૨ની દિલમાં ઋણાનુવાદ અને આભાર સાથે શરૂઆત કરી છે. મૂળ ફિલ્મ ખોસલા કા ઘોસલાએ શહેરી ભારતના મધ્યવર્ગીય સપનાઓ, પરિવારિક સંબંધો અને પ્રોપર્ટી વિવાદોની ગૂંચવણભરી હકીકતો પર વ્યંગાત્મક અને રમૂજી અંદાજમાં પ્રકાશ પાડ્યો હતો. વર્ષાે બાદ પણ આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રેમ મળતો રહ્યો છે અને તેની હાસ્યસભર તથા દરેકને પોતાની સાથે સંબંધિત લાગતી કહાનીને કારણે તે કલ્ટ ફેવરિટ બની ગઈ છે.SS1MS

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ખોસલા કા ઘોસલા 2: કલ્ટ કોમેડી સિક્વલ 28 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે | Achira News