Achira News Logo
Achira News

ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી

Akila News
ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી
Full News
Share:

નવી દિલ્હી : ગૂગલ આજે વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ કંપની છે, જેની મોટાભાગની કમાણી જાહેરાતો દ્વારા થાય છે. જો ગૂગલ ધારે તો તેના હોમપેજ પર એક નાનકડી જાહેરાત મૂકીને દરરોજ અબજો રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે, કારણ કે સેકન્ડોમાં લાખો લોકો આ પેજની મુલાકાત લે છે. પરંતુ, વર્ષોથી ગૂગલનું હોમપેજ એકદમ સાદું અને સફેદ જ રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ 'યુઝર એક્સપિરિયન્સ' છે. ગૂગલ માને છે કે જો હોમપેજ પર જાહેરાતો કે અન્ય માહિતી ભરવામાં આવે, તો પેજ લોડ થવામાં સમય લાગશે અને યુઝરનું ધ્યાન ભટકશે. ગૂગલની સફળતાનું રહસ્ય જ તેની ઝડપ અને સરળતામાં છુપાયેલું છે. શરૂઆતના દિવસોમાં ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન પાસે એટલું મોટું બજેટ નહોતું અને તેમને હાઈ-લેવલની કોડિંગની વધુ જાણકારી નહોતી, જેથી તેમણે હોમપેજને એકદમ સાદું રાખ્યું હતું. સમય જતાં આ સાદગી જ ગૂગલની ઓળખ બની ગઈ. કંપની જાણે છે કે જો યુઝરને જે જોઈએ છે તે ઝડપથી મળી જાય, તો તે વારંવાર ગૂગલ પર આવશે. હોમપેજ પર જાહેરાતો ન આપીને ગૂગલ યુઝર્સનો વિશ્વાસ જીતે છે કે તેમનો હેતુ માત્ર માહિતી આપવાનો છે, નહીં કે બળજબરીથી જાહેરાતો બતાવવાનો. આ સ્ટ્રેટેજીને કારણે જ આજે ગૂગલ સર્ચ એન્જિન માર્કેટમાં એકહથ્થુ શાસન ભોગવે છે. જોકે, એવું નથી કે ગૂગલ કમાણી નથી કરતું. હોમપેજ ખાલી રાખીને ગૂગલ યુઝરને સર્ચ રિઝલ્ટ પેજ સુધી લઈ જાય છે, જ્યાં અસલી ખેલ શરૂ થાય છે. એકવાર તમે સર્ચ બોક્સમાં કંઈક ટાઈપ કરો, પછી ગૂગલ તમને સંબંધિત જાહેરાતો બતાવે છે. આ પદ્ધતિથી જાહેરાતો ટાર્ગેટેડ બને છે અને ગૂગલને વધુ નફો થાય છે. આમ, ગૂગલનું ખાલી હોમપેજ એ કોઈ ભૂલ નથી, પરંતુ એક ખૂબ જ વિચારેલી 'બિઝનેસ રણનીતિ' છે. કંપનીએ સાબિત કર્યું છે કે ક્યારેક 'કંઈ ન બતાવવું' એ 'ઘણું બધું બતાવવા' કરતાં વધુ નફાકારક હોઈ શકે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી | Achira News