Achira News Logo
Achira News

ગુજરાતઃ અધૂરું હોમવર્ક કરવા બદલ વિદ્યાર્થીને લાત મારનાર શિક્ષકને જેલની સજા

Sandesh
ગુજરાતઃ અધૂરું હોમવર્ક કરવા બદલ વિદ્યાર્થીને લાત મારનાર શિક્ષકને જેલની સજા
Full News
Share:

ગુજરાતમાં શિક્ષણ જગતમાં સોંપો પાડી દેનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરની કોર્ટે એક શિક્ષિકાને જેલની સજા ફટકારી છે. વિદ્યાર્થિનીને લાફો મારવા બદલ શિક્ષિકાને કોર્ટે ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની સજા ફટકારી છે. વર્ષ 2020ના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. શિક્ષિકાએ માર મારતાં વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે જેલની સજા ફટકારી છે. શિક્ષિકાને જેલની સજા સહિત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લેસન નહીં કરવા બદલ શિક્ષિકાએ લાફો માર્યો હતો. જેના કારણે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થિનીને સાંભળવાની શક્તિ પર ગંભીર અસર થઈ હતી. ગાંધીનગરની ત્રીજી એડિશ્નલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સહિત 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતઃ અધૂરું હોમવર્ક કરવા બદલ વિદ્યાર્થીને લાત મારનાર શિક્ષકને જેલની સજા | Achira News