Achira News Logo
Achira News

ગુજરાત કોંગ્રેસે વલસાડની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓના શોષણની નિંદા કરી

Divya Bhaskar
ગુજરાત કોંગ્રેસે વલસાડની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓના શોષણની નિંદા કરી
Full News
Share:

વલસાડથી નર્મદા સુધીની આદિવાસી પટ્ટી પર ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કપરાડા થઇ વલસાડ આવી પહોંચી વિશાળ જનસભામાં રૂપમાં ફેરવાઇ ગઇ હતી.જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપને આડેહાથ લઇ લોકો અને કામદારોના શોષણનો પ્રશ્ન વલસાડ સ્ટેડિયમ રોડ પર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ઘેરતાં કહ્યું કે,સરકાર ઉદ્યોગો અને ફેકટરીવાળાઓની વકીલાત કરવા નિકળી પડે છે.કામદારોના અધિકારો તેમના પરિવારોની ચિંતા સરકાર કરતી નથી. ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભારે શોષણ ચાલી રહ્યુંં છે. આકસ્મિક મૃત્યુ સામે વળતર આપવામાં આવતું નથી.કામના કલાકોનો પૂરો પગાર મળતો નથી.બહેન દીકરીઓને રક્ષણ મ‌ળવું જોઇએ તે મળતું નથી. પ્રજાના ટેક્સના પૈસામાં તિજોરી ભરી બજેટ બનાવે છે,પરંતુ આ બજેટ અને તિજોરી જો પ્રજાના કામે નહિ આવતી હોય તો ડો.બાબા સાહેબ આંબેડકરનું બંધારણ કોંગ્રેસની મજબૂત તાકાત છે.કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, ઉપપ્રમુખ ભોલા પટેલ, મહામંત્રી ગીરીશ દેસાઇ, તા.પ્રમુખ પ્રકાશ પટેલ, શહેર સંગઠન, યુથ કોંગ્રેસ, તાલુકાના હોદ્દેદારો, મહિલા મોરચાના હોદ્દેદારો, મહિલા મોરચા પ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા.સભામાં વલસાડ અને વાપીની કંપનીના કામદારોએ અમિત ચાવડાના આહવાનને તાળીથી વધાવી કોંગ્રેસની જન આક્રોશ રેલીને મજબૂત સમર્થન આપવા હાકલ કરી હતી. વલસાડમાં રેલવે ઓવરબ્રિજ જો નહિ ખુલશે તો કોંગ્રેસ મેદાને પડશેવાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે,વલસાડમાં પ્રજાના પૈસાથી રેલવે ઓવરબ્રિજ તૈયાર થઇ ગયો છે,પરંતું તેને ખુલ્લું મૂકવામાં આવતો નથી. હજારો લોકો વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.આ બ્રિજ પ્રજાના ટેક્સના પૈસાથી તૈયાર કરાયો છે. જો નહિ ખુલશે તો કોંગ્રેસ આ બ્રિજ ખુલ્લું કરવા મેદાને પડશે.આ સાથે વલસાડમાં ટાંકીના ભ્રષ્ટાચારની તપાસ કરવા અનંત પટેલે જણાવ્યુ હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત કોંગ્રેસે વલસાડની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓના શોષણની નિંદા કરી | Achira News