Achira News Logo
Achira News

ગુજરાતઃ કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા

Divya Bhaskar
ગુજરાતઃ કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
Full News
Share:

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહીં છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીમાં ચૂંટણી લડવા માગતા નેતાઓ જોડાઇ રહ્યા છે. અમદાવાદના દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસનાં કોર્પોરેટર તરીકે ચૂટાયેલાં જમના વેગડા ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. તેમ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ જમના વેગડા આપ પાર્ટીમાં જોડાયા છે. તેમણે વર્ષ 2022માં કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર પર કાળો જાદુ કર્યો હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને કારણે તેમની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આ પછી તેમને કોંગ્રેસમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કોંગ્રેસમાં ફરી જોડાઇ શક્યાં ન હતાં. છેવટે કોંગ્રેસના નિશાન પર કોર્પોરેટર થયા પછી પક્ષમાંથી સસ્પેન્ડ થતાં હવે આગામી ચૂંટણીમાં તેમને કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તેવી કોઇ સંભાવના નથી. આથી તેઓે આમ આદમી પાર્ટીમા જોડાઇ ગયા છે. હવે તેઓ આપ પાર્ટીમાંથી દાણીલીમડા વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે તો નવાઇ નહીં.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતઃ કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા | Achira News