Achira News Logo
Achira News

ગુજરાતઃ ક્રાઈમ બ્રાન્ચે ID1,000ની કિંમતનું દેશી દારૂ સાથેનું વાહન જપ્ત કર્યું

Akila News
ગુજરાતઃ ક્રાઈમ બ્રાન્ચે ID1,000ની કિંમતનું દેશી દારૂ સાથેનું વાહન જપ્ત કર્યું
Full News
Share:

રાજકોટ તા. ૨૧: માલધારી ફાટકથી ગોંડલ રોડ તરફ જતાં રસ્‍તા પર ક્રિષ્‍ના પાર્ક રિસોર્ટની સામેના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે દેશી દારૂનો જથ્‍થો ભરેલા દોસ્‍ત વાહન પકડી લઇ ચાલક-માલિકની શોધખોળ હાથ ધરી છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે ક્રિષ્‍ના પાર્ક સામે એક દોસ્‍ત વાહન નં. જીજે૦૩અએક્‍સ-૪૧૨૨ પડયું છે જેમાં દારૂનો જથ્‍થો છે. આ બાતમી પરથી વાહન પાસે પહોંચી તપાસ કરતાં અંદરથી રૂા. ૮૦ હજારનો ૪૦૦ લિટર દેશી દારૂ મળતાં તે તથા ૨ લાખનું વાહન કબ્‍જે કર્યુ હતું. વાહનની માલિકી કોની છે? ચાલક કોણ હતો? તેની તપાસ થઇ રહી છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, સંતોષભાઇ મોરી સહિતે આ કામગીરી કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતઃ ક્રાઈમ બ્રાન્ચે ID1,000ની કિંમતનું દેશી દારૂ સાથેનું વાહન જપ્ત કર્યું | Achira News