Achira News Logo
Achira News

ગુજરાત ટાઇટન્સે સાંસ્કૃતિક વળાંક સાથે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી

Gujarat Samachar
ગુજરાત ટાઇટન્સે સાંસ્કૃતિક વળાંક સાથે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી
Full News
Share:

Gujarat Titans Gujarat Day celebration:આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે મેદાનની બહાર પણ પોતાની પ્રાદેશિક ઓળખ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 1 મેના રોજ 'ગુજરાત સ્થાપના દિવસ' નિમિત્તે ફ્રેન્ચાઇઝી દ્વારા એક ખાસ ટીમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓએ ગુજરાતની ભાતીગળ લોકકળાને જીવંત કરતા પરંપરાગત પોશાક ધારણ કરી રાજ્યના સમૃદ્ધ વારસાને સલામી આપી હતી. ખેલાડીઓ માટે ખાસ ટાંગલિયા શર્ટ આ ઉજવણીની સૌથી આકર્ષક બાબત એ હતી કે, ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટ દ્વારા તમામ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ સહિત વિદેશી ખેલાડીઓએ પણ આ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુજરાતની હસ્તકલા પ્રત્યે પોતાનો ઉત્સાહ અને આદર વ્યક્ત કર્યો હતો. આ પહેલ દ્વારા ફ્રેન્ચાઇઝીએ ક્રિકેટની રમતની સાથે સાથે રાજ્યના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત ટાઇટન્સે સાંસ્કૃતિક વળાંક સાથે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી | Achira News