FRC (ટેકનિકલ) દ્વારા ગુજરાતની ૫૨૨ ટેકનિકલ કોલેજોની વર્ષ ૨૦૨૬-૨૭થી ત્રણ વર્ષ માટેની વાર્ષિક ફી જાહેર કરવામાં આવી છે. આ કોલેજોની ફીમાં ૫ ટકાની મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે. મંજૂર થયેલા ફી માળખામાં ૧૧૧ જેટલી કોલેજોના યુજી-પીજી કોર્સમાં ૧ લાખથી વધુ ફી મંજૂર કરવામાં આવી છે. એ સિવાય રાજ્યની ૧૦૩ કોલેજોએ ૫ ટકાથી વધુનો ફી વધારો કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે, જેનું ફી માળખું આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્યની ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા સ્વનિર્ભર ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૨૮-૨૯ના ત્રિ-વાર્ષિક ગાળા માટે ફી જાહેર કરાઈ છે. જે સંસ્થાઓએ ચાલુ ફી માળખામાં પ% થી ઓછો વધારો માંગ્યો હતો, તેવી ૫૨૨ સંસ્થાઓની ફી ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in જુઓ. •ટ્રેન નંબર 12993 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે •ટ્રેન નંબર 12994 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. •ટ્રેન નંબર 22973 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે •ટ્રેન નંબર 22974 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો શહેરના વાસણા રોડના એક તબીબ સોશ્યલ મિડિયાથી પરીચયમાં આવેલી યુવતીને કારમાં બેસાડીને જઈ રહ્યાં હતા ત્યારે પોલીસના સ્વાંગમાં આવેલા ભેજાબાજોએ નકલી આઈ કાર્ડ બતાવીને ડ્રગ્સ કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. તમારી સાથેની યુવતી ડ્રગ્સના ડિલીંગ કરે છે તેમ પણ સંડોવાયેલા છો તેવી ધમકી આપીને રૂ. ૬.૧૦ લાખ બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. કપુરાઈ પોલીસે આ મામલે એફ. આઈ.આર. નોંધીને નકલી પોલીસની ટોળકીની શોધખોળ શરુ કરી છે. આ કિસ્સામાં ભોગ બનનાર વ્યકિત શહેરના એક તબીબ છે. થોડાક દિવસ પૂર્વે સોશ્યલ મિડિયાના માધ્યમથી કૃપાલી પટેલ નામની યુવતી સાથે પરિચયમાં આવ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ ડૉકટર સયાજીપુરા વિસ્તારમાં યુવતીને મળ્યા હતા યુવતી કારમાં બેઠી હતી. કારને કેનાલ તરફ લઈ જવા કહ્યું હતુ. કેનાલ પાસે અજાણ્યા શખસો આવ્યા હતા આ પૈકીના એક વ્યકિતએ પોલીસ તરીકે ઓળખ આપીને આઈ કાર્ડ બતાવ્યુ હતુ. તમારી સાથેની આ કૃપાલી ડ્રગ્સનો ધંધો કરે છે તમને બંને જણાને એરેસ્ટ કરવાના છે જણાવીને મારઝુડ કરી હતી. આખો દિવસ ડૉકટરને બાનમાં રાખીને સાથે ફર્યા હતા ઘરેથી ચેક બુક લઈ આવીને બેંકમાં ગયા હતા. ચેક ઉપર સેલ્ફ લખીને ખાતામાંથી રૂ. ૬ લાખ ઉપાડીને કહેવાતી પોલીસને આપ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ આ ઈશ્યુ પુરો થયો નહતો. તેના થોડાક દિવસ પછી આરોપીઓની ટોળકી પુનઃ ડોકટરને મળી હતી અને કૃપાલીએ આપઘાત કર્યો છે તેવી કહાની ઉપજાવી કાઢીને ફરી વખત ઝાસામાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલા ડૉકટરે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. જે આધારે આરોપી તરીકે કૃપાલી પટેલ, મહાદેવ, પ્રકાશ પટેલ (અમદાવાદ), બે અજાણ્યા શખસો તથા રાજકોટ પાસીંગવાળી કારમાં આવેલા બીજા અજાણ્યા શખ્સો સામે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો : Railway News : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 300 કિમીથી વધુ વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રીઅશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, મુંબઈ ઉપનગરીય નેટવર્કને મજબૂત બનાવવા માટે 238 નવી ઉપનગરીય ટ્રેનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમની સુવિધા હશે. તેમણે વધુમાં જણાવ્યું કે મુંબઈ ઉપનગરીય સેવાઓમાં મુસાફરોને રાહત આપવા માટે સરકાર દ્વારા અંદાજે ₹3000 કરોડની વધારાની સબસિડી આપવામાં આવી રહી છે. રેલ મંત્રીએ ગુજરાત સંબંધિત માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 300 કિમીથી વધુ વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને પિયર નિર્માણ, ટ્રેક પાથરવાની તથા સ્ટેશનોના વિકાસનું કામ ચાલુ છે. સાથે જ, ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલ પર પણ કામ પ્રગતિ પર છે. તેમણે આગળ જણાવ્યું કે, પ્રોજેક્ટમાં 435 કિમી ફાઉન્ડેશન કામ, 338 કિમી ગર્ડર ઇન્સ્ટોલેશન અને 168 કિમી ટ્રેક પાથરવાનું કામ પૂર્ણ થયું છે તથા ઓએચઈ ઇન્સ્ટોલેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે જ વાપી, બિલીમોરા, સુરત અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સહિતના અનેક સ્ટેશનોનું કામ ઝડપથી પૂર્ણતા તરફ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ અનેક નદીઓ પરના પુલોના નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ભરુચ, વડોદરા, આનંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલ મંત્રીએ વધુમાં માહિતી આપી કે સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે નવી રેલવે લાઇનોના સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં કચ્છ વિસ્તારમાં દેશલપરથી હાજીપીર અને વાયોરથી લખપત સુધી કનેક્ટિવિટી વિકસાવવાની યોજના સામેલ છે. તેમણે જણાવ્યું કે આ પહેલોથી આધુનિક કનેક્ટિવિટી મજબૂત બનશે અને મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને ઉત્તમ પ્રવાસનો અનુભવ મળશે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો
ગુજરાત ટેકનિકલ કોલેજોની ફીમાં 5 ટકાનો વધારો, કેટલાક અભ્યાસક્રમો ₹1 લાખ સુધી પહોંચ્યા
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.