પૃથ્વીની ‘કિડની’ સમાન જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં ગુજરાતનું વૈશ્વિક અંકન અમૃતકાળમાં ભારતની પર્યાવરણીય ક્રાંતિ: ૯૮ રામસર સાઇટ્સ સાથેભારત દક્ષિણ એશિયાનું પર્યાવરણ લીડર બન્યું કચ્છથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તાર: છારી-ઢંઢ અને પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ્સમાં સમાવેશ,૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું સુરક્ષિત કુદરતી કવચ પંચરત્ન રામસર સાઇટ્સ: નળ સરોવર,થોળ,વઢવાણા,ખીજડીયા અને હવે છારી-ઢંઢ ગુજરાતની પર્યાવરણીય ઓળખ *”રેલાય છે જ્યાં કુદરતની હેલી,એ જ છે આપણી વેટલેન્ડની શૈલી;જળ છે તો જીવન છે,અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.”* દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ વેટલેન્ડ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે,જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો,નદીઓ,કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. ૧૯૭૧માં ઈરાનના‘રામસર‘શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,જેને‘રામસર સંમેલન‘તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં ૧૯૮૨માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે ભારત પર્યાવરણના જતન અને વિકાસના સંતુલિત મોડેલ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. વેટલેન્ડ્સ જેને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીએ છીએ,તે માત્ર પાણીના સંગ્રહસ્થાનો નથી પરંતુ તે પૃથ્વીની જૈવિક પ્રક્રિયાઓનું હૃદય છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડ્સના સંરક્ષણ માટે જે આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયું હતું,તેને ભારતે છેલ્લા દાયકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી ઊંચાઈ આપી છે. ભારતની આ વિકાસયાત્રા હવે પ્રકૃતિના સંરક્ષણ સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ છે.
ગુજરાત પર્યાવરણીય સંરક્ષણમાં દક્ષિણ એશિયામાં અગ્રેસરઃ ભારતની પર્યાવરણીય ક્રાંતિનો કરાર
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.