ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરતી એક ખતરનાક ગેંગનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત કાર્યવાહી કરીને પોલીસે અંદાજે ₹53.55 કરોડના નાણાકીય ફ્રોડમાં સંડોવાયેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ભારતભરના વિવિધ રાજ્યોમાં સક્રિય હતી અને તેમની સામે અત્યાર સુધીમાં 132 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ઓપરેશન દ્વારા ગુજરાત પોલીસે ડિજિટલ અપરાધ જગતને મોટો ઝટકો આપ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે બાતમીના આધારે આણંદ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કુલ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ લોકો સીધા ખાતાધારક તરીકે કામ કરતા હતા, જેમના ખાતામાં ફ્રોડની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ તપાસ દરમિયાન સૌથી મોટો ધડાકો એ થયો છે કે આ સાયબર ગેંગના તાર મુંબઈના ચકચારી બાબા સિદ્દીકી મર્ડર કેસ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસને મળેલા કનેક્શન મુજબ, આ ગેંગ દ્વારા મર્ડર કેસના ગુનેગારોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હોવાની આશંકા છે. આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના SP ડો. રાજદીપ સિંહ ઝાલાએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા ₹53.55 કરોડની રકમ ક્યાં રોકવામાં આવી છે અને આ નેટવર્ક સાથે બીજા કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં હાલ તજવીજ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ગેંગના અન્ય સાગરીતો પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગુજરાત પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, હત્યાના કેસ સાથે જોડાણો ઉઘાડા પાડ્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.