Achira News Logo
Achira News

ગુજરાતઃ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી, કમોસમી વરસાદથી પાકને નુકસાન

Sandesh
ગુજરાતઃ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી, કમોસમી વરસાદથી પાકને નુકસાન
Full News
Share:

ધોળકા : કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખરાટી ગામની સીમમાંથી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરતા તત્વોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેના અંતર્ગત જિલ્લા એસઓજીને બાતમી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખરાટી ગામ ખાતે તળાવડી પાસેથી બદરૂ અલ્લારખ (રહે. હાલ કલ્યાણગઢ ગામ, તા. બાવળા)ને એક દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડયો હતો. તેમજ ગેરકાયદે હથિયાર રાખવા અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતઃ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી, કમોસમી વરસાદથી પાકને નુકસાન | Achira News