Achira News Logo
Achira News

ગુજરાત પોલીસની'ડી. જી. પી. કપ ચેસ ટુર્નામેન્ટ <આઇ. ડી. 1>'માં અધિકારીઓ અને સ્ટાફ વ્યૂહરચના અને બુદ્ધિની કસોટીમાં ભાગ લે છે

Divya Bhaskar
ગુજરાત પોલીસની'ડી. જી. પી. કપ ચેસ ટુર્નામેન્ટ <આઇ. ડી. 1>'માં અધિકારીઓ અને સ્ટાફ વ્યૂહરચના અને બુદ્ધિની કસોટીમાં ભાગ લે છે
Full News
Share:

ઝાલાવાડની ધરતી પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ખેલદિલી, તેજ બુદ્ધિ અને સચોટ વ્યૂહરચનાનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના આંગણે તાજેતરમાં 16 થી 18 માર્ચ દરમિયાન ‘ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ શતરંજના બોર્ડ પર પોતાની ચાલબાજી બતાવી હતી. સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આ વખતે શતરંજના રાજા-વજીરની રમતની રણનીતિમાં માહિરતા બતાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખૂણેખૂણેથી કુલ 46 જેટલા રમતવીર પોલીસ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 7 રાઉન્ડ રમાયા હતા, જેમાં દરેક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ કઠિન અને રસાકસીભરી રહી હતી. પોલીસ કર્મીઓમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા અને ધૈર્યની કસોટી આ ટૂર્નામેન્ટમાં જોવા મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કચ્છ-ભુજ જિલ્લાના સંજયભાઈ વેલજીભાઈએ શાનદાર દેખાવ કરી પ્રથમ ક્રમ હાંસલ કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. જ્યારે અમરેલીના સમીરભાઈ એ. ખાન બીજા ક્રમે અને રાજકોટ સીટીના ધનરાજસિંહ દિલીપસિંહ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા. રાજકોટ રેન્જમાં પ્રથમ અને ગુજરાતમાં પાંચમો સુરેન્દ્રનગર સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનના વિજયસિંહ એ પરમારહાંસલ કર્યો હતો. સમાપન સમારોહમાં વિજેતાઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના કર્મચારીઓમાં એકતા, સકારાત્મક ઊર્જા અને માનસિક સ્વસ્થતા વધારવાનો હતો. તમામ સહભાગી ખેલાડીઓને તેમની ખેલદિલી બદલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત પોલીસની'ડી. જી. પી. કપ ચેસ ટુર્નામેન્ટ <આઇ. ડી. 1>'માં અધિકારીઓ અને સ્ટાફ વ્યૂહરચના અને બુદ્ધિની કસોટીમાં ભાગ લે છે | Achira News