Achira News Logo
Achira News

ગુજરાતે પોષક ખોરાક અને કુદરતી ખેતીની પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરી મહોત્સવનું આયોજન કર્યું

Sandesh
ગુજરાતે પોષક ખોરાક અને કુદરતી ખેતીની પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરી મહોત્સવનું આયોજન કર્યું
Full News
Share:

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવતીકાલ તા. ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ’ના સૂત્રને સાર્થક કરતા આ મહોત્સવમાં બરછટ ધાન્યો એટલે કે મિલેટ્સ અને રસાયણમુક્ત ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા અને પરષોત્તમભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં મહોત્સવની શોભા વધારવામાં આવશે. સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતે પોષક ખોરાક અને કુદરતી ખેતીની પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરી મહોત્સવનું આયોજન કર્યું | Achira News