Achira News Logo
Achira News

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલ મનોજભાઈ અનાડકટ ચોથી વખત જીત્યા

Akila News
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલ મનોજભાઈ અનાડકટ ચોથી વખત જીત્યા
Full News
Share:

જામનગર : ગુજરાત બાર કાઉન્‍સીલની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીની હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ સતત ચોથી ટર્મમાં ભવ્‍ય વિજય થયો છે. તેઓના વિજયના પગલે જામનગર બાર કાઉન્‍સીલમાં તેમજ વકીલોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ ગત ૩ ટર્મથી ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં પ્રતિનિધિત્‍વ કરી યશસ્‍વી કામગીરી દર્શાવી છે. દરમિયાન તાજેતરમાં જ ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવી હતી. મનોજભાઈને વિજેતા બનાવવા માટે જામનગરના ધારાશાષાીઓ દ્વારા ઉત્‍સાહભેર મતદાન કરવામાં આવ્‍યુ હતું. દરમિયાન ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા મતગણતરીની કાર્યવાહી હાથ ધરતા બાર એસોસીએશનના નિયમોનુસાર જામનગરના મનોજભાઈ મણીભાઈ અનડકટએ ૧૯૨૯નો અંક પાર કરી પાંચમા નંબરે વિજેતા જાહેર થયા છે. મનોજભાઈના વિજયના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સૌરાષ્‍ટ્ર તેમજ કચ્‍છના જામનગરના ધારાશાષાીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. મનોજભાઈ પિતા સ્‍વ. મણીભાઈ અનડકટ ૬ ટર્મ સુધી બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના મેમ્‍બર તરીકે ચૂંટાઈ આવેલ હતા. તેમજ બાર કાઉન્‍સીલમાં પિતા અને પુત્ર બંને ચેરમેન બન્‍યા હોય તેવો પણ પ્રથમ કિસ્‍સો હતો. મનોજભાઈ અનડકટ (મો.૯૬૩૮૫ ૧૫૧૪૭)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલ મનોજભાઈ અનાડકટ ચોથી વખત જીત્યા | Achira News