Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે અયોગ્ય શિક્ષકોના વિવાદ વચ્ચે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું

Divya Bhaskar
ગુજરાત બોર્ડે અયોગ્ય શિક્ષકોના વિવાદ વચ્ચે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું
Full News
Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનો આજથી પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ દિવસે જ શિક્ષણ જગતની પોલ ઉઘાડી પડી ગઈ છે. એકતરફ લાખો વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે, ત્યારે બીજી તરફ પેપર ચકાસણી માટે જવાબ આ વખતના પેપર ચેકિંગમાં સૌથી મોટો છબરડો ખાનગી શાળાના સંચાલકોની બેદરકારીને કારણે સામે આવ્યો છે. શાળા સંચાલકોએ બોર્ડને શિક્ષકોની જે યાદી મોકલી હતી, તેમાં લાયકાતની ગંભીર ચકાસણી કરવામાં આવી નહોતી. પરિણામે, બોર્ડ દ્વારા એવા ખાનગી શિક્ષકોના પણ પેપર ચેકિંગ માટે ઓર્ડર ઈસ્યૂ કરી દેવામાં આવ્યા જેઓ પાસે માસ્ટર ડિગ્રી તો હતી પણ અનિવાર્ય ગણાતી B.Ed ની ડિગ્રી નહોતી. જ્યારે આ શિક્ષકો મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચ્યા, ત્યારે લાયકાતના અભાવે કેન્દ્ર નિયામકોએ તેમને પેપર ચેક કરવા દીધા નહોતા અને પરત મોકલી દીધા હતા. સંચાલકોએ મોકલેલી ખોટી વિગતોને કારણે લાયકાત વગરના શિક્ષકોને ઓર્ડર મળતા બોર્ડની ગંભીરતા સામે પણ સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે જે શિક્ષકોએ ગુટલી મારી છે, તેમની સામે બોર્ડ કેવા પગલાં લે છે. બોર્ડની પરીક્ષા પહેલાં પેપર ચેકિંગ માટે શાળા સંચાલકો પાસેથી શિક્ષકોના નામ મગાવવામાં આવે છે. પરંતુ ઘણાં શાળા સંચાલકો મુખ્ય વિષય શિક્ષકના બદલે અન્ય જુનીયર શિક્ષકોના નામ બોર્ડને મોકલી દેતાં તેમના નામના પેપર ચેકિંગના ઓર્ડર થયા. પરંતુ નિયમ લાયકાત તેઓ ન ધરાવતા હોવાથી પેપર ચેક કરવા દીધા ન હતા. રાજકોટમાં ફિઝિક્સમાં 56 માંથી માત્ર 23 હાજર!રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતેના ફિઝિક્સ વિષયના મૂલ્યાંકન કેન્દ્ર પર હાજરીના આંકડા ચોંકાવનારા છે. અંગ્રેજી માધ્યમના ફિઝિક્સના પેપર ચેકિંગ માટે 56 શિક્ષકના ઓર્ડર હતા, જેમાંથી માત્ર 23 જ હાજર રહ્યા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં 85માંથી 55 શિક્ષકો આવ્યા હતા. અડધાથી વધુ શિક્ષકોની ગેરહાજરીને કારણે હવે બાકીના શિક્ષકો પર કામનું ભારણ વધશે અને પરિણામની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે. 7 દિવસમાં રાજકોટમાં 9,900 ઉત્તરવહીનું થશે ચેકિંગરાજકોટના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર આજથી ધોરણ-12 સાયન્સના ફિઝિક્સ વિષયનું પરીક્ષણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આગામી એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યમાં કુલ 9,900 ઉત્તરવહી તપાસવામાં આવશે. જેમાં ગુજરાતી માધ્યમની 5,100 અને અંગ્રેજી માધ્યમની 4,800 ઉત્તરવહીનો સમાવેશ થાય છે. પોલીસ રક્ષણ હેઠળ સીલબંધ હાલતમાં આવેલી આ આન્સરશીટ્સને સાત દિવસમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે અયોગ્ય શિક્ષકોના વિવાદ વચ્ચે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું | Achira News