Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે કુલ સરેરાશ 92.71% સાથે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું

Western Times
ગુજરાત બોર્ડે કુલ સરેરાશ 92.71% સાથે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું
Full News
Share:

ગુજરાતની જેલોમાં બંધ બંદીવાનોની પરીક્ષા જેલની અંદર જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી યોજાઈ હતી જેમાં 40 બંદીવાનોમાંથી 22 ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા ડાંગ (97.88 ટકા) – જ્યારે સૌથી ઓછું અમદાવાદ (શહેર) 87.10 ટકા પરિણામ ધોરણ 12 વિજ્ઞાન/સામાન્ય પ્રવાહ/ ગુજકેટ -2026નું પરિણામ તા. 04-05-2026ના રોજ સોમવારે સવારે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું અને ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન જોઈ શકાશે… અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% નોંધાયું છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ૯૫.૪૧% સાથે વિદ્યાર્થીઓ (૯૦.૧૦%) કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષા માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર કુલ ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે કુલ સરેરાશ 92.71% સાથે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું | Achira News