Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધો.12 પરિણામઃ ભરૂચ જિલ્લામાં 93.37% પાસ ટકાવારી

Sandesh
ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધો.12 પરિણામઃ ભરૂચ જિલ્લામાં 93.37% પાસ ટકાવારી
Full News
Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયુ છે ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 80.59 ટકા પરિણામ જાહેર થયુ છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8555 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 93.37 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.સામાન્ય પ્રવાહના પરિણામની વિગત જોતા ધો. 12 સામાન્ય પ્રવાહમાં એ-1, ગ્રેડમાં 71 વિદ્યાર્થી,એ-2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, બી-1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમા 1843 વિદ્યાર્થી સી-1 માં 2347, સી-2 માં 1853,ડી ગ્રેડમાં-341 અને ઈ-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને એનઆઈ 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66 ટકા, ભરૂચ કેન્દ્રનું 90.53 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 93.58 ટકા, જંબુસર કેન્દ્રનું 92.71 ટકા, નેત્રંગ કેન્દ્રનું 99.31 ટકા, હાંસોટ કેન્દ્રનું 91.58 ટકા, ઝઘડીયા કેન્દ્રનું 93.89 ટકા અને દહેજ કેન્દ્રનું 98.25 ટકા પરિણામ જાહેર થયુ છે. અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધો.12 પરિણામઃ ભરૂચ જિલ્લામાં 93.37% પાસ ટકાવારી | Achira News