Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યુંઃ રેકોર્ડ તૂટશે કે નહીં?

Divya Bhaskar
ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યુંઃ રેકોર્ડ તૂટશે કે નહીં?
Full News
Share:

આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ તેમજ ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર થશે. સવારે 10 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં 15,465, વિજ્ઞાન પ્રવાહમાં 1,567 અને ગુજકેટની 1,993 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્કંઠા છે, ખાસ કરીને જૂના રેકોર્ડ તૂટશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. ધોરણ 12 બાદ ટૂંક સમયમાં ધો. 10ના પરિણામ આવશે. દાયકા અગાઉના રેકર્ડ તૂટશે કે નહીં ? સામાન્ય પ્રવાહ :ગત વર્ષે 2025માં કચ્છ જિલ્લાનું પરિણામ 95.05% રહ્યું હતું. જોકે, છેલ્લા 13 વર્ષનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ વર્ષ 2014માં નોંધાયો હતો, જ્યારે 95.79% પરિણામ આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહ :વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે કચ્છનું પરિણામ 83.25% આવ્યું હતું. વર્ષ 2015માં નોંધાયેલું 93.39% પરિણામ હજુ સુધીનું સર્વોચ્ચ છે. A1 ગ્રેડ મેળવનારા છાત્રોને ઈજન ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટના પરિણામમાં જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા દિવ્ય ભાસ્કર દ્વારા તેમના નામ અને ફોટા પ્રકાશિત કરાશે. આ માટે વિદ્યાર્થીઓ પાસપોર્ટ સાઈઝનો ફોટો, પૂરું નામ, શાળાનું નામ, માર્કશીટની વિગત/નકલ દિવ્ય ભાસ્કરની ભુજ/ગાંધીધામ ઓફિસ, સ્થાનિક પ્રતિનિધિ અથવા ઇમેઇલ edtbhuj@gmail.com (ભુજ), editgandhidham@gmail.com (ગાંધીધામ), વોટ્સએપ નંબર 63522 33493 પર મોકલી શકશે. શાળાઓને પણ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની વિગતો સામૂહિક રીતે મોકલવા ઈજન છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યુંઃ રેકોર્ડ તૂટશે કે નહીં? | Achira News