Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે પરીક્ષાઓ પૂર્ણ કરી, વિક્રમી સંખ્યામાં શિક્ષકો સાથે મૂલ્યાંકન શરૂ થયું

Akila News
ગુજરાત બોર્ડે પરીક્ષાઓ પૂર્ણ કરી, વિક્રમી સંખ્યામાં શિક્ષકો સાથે મૂલ્યાંકન શરૂ થયું
Full News
Share:

રાજકોટ તા.૧૯: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થતા આજથી ગુજરાતના ૪૫૪ મૂલ્‍યાકંન કેન્‍દ્રો ઉપર ઉતરવહીઓનું મૂલ્‍યાકન શરૂ થશે. બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ મુલ્‍યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોના ઓર્ડર પણ ઈશ્‍યૂ કરી દેવામાં આવ્‍યા હતા. આ વખતે બોર્ડની પરીક્ષામાં ઉતરવહી મૂલ્‍યાંકન માટે ૭૫ હજારથી વધુ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આમ, મોટી સંખ્‍યામાં શિક્ષકો ઉત્તરવહી મૂલ્‍યાંકન કરી વહેલા પરિણામ જાહેર કરશે. ઉત્તરવહી મૂલ્‍યાંકન માટે સમગ્ર રાજ્‍યમાં ૪૫૪ જેટલા મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. મૂલ્‍યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્‍યમાં ૪૫૪ જેટલા મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. આ મૂલ્‍યાંકન કેન્‍દ્રો પર ૩૦ મુખ્‍ય વિષયો-અને ૮૯-માઈનોર વિષય મળી કુલ ૧૧૯ વિષયોની ઉત્તરવહીઓનું સમગ્ર રાજ્‍યમાંથી ૭૫૮૨૧ શિક્ષકોને મૂલ્‍યાંકન કામગીરી માટેના ઓર્ડર ઈશ્‍યૂ કરવામાં આવ્‍યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે પરીક્ષાઓ પૂર્ણ કરી, વિક્રમી સંખ્યામાં શિક્ષકો સાથે મૂલ્યાંકન શરૂ થયું | Achira News