Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડે માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુંઃ સાયન્સ સ્ટ્રીમમાં સુધારો જોવા મળ્યો

Divya Bhaskar
ગુજરાત બોર્ડે માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુંઃ સાયન્સ સ્ટ્રીમમાં સુધારો જોવા મળ્યો
Full News
Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં આ વર્ષે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો સામાન્ય પ્રવાહમાં કુલ 10,421 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 10,387 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 39 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જ્યારે A2 ગ્રેડમાં 572, B1 ગ્રેડમાં 1695, B 2 ગ્રેડમા 2543 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.C 1 ગ્રેડમાં 2840 C 2 ગ્રેડમા 1751 અને D ગ્રેડમા 232 વિધાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે 2025મા સામાન્ય પ્રવાહનું પરિણામ 95.40% હતું, જે આ વર્ષે 1.5% જેટલું ઘટીને આશરે 93.90% રહ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,525 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને 1,521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વર્ષ 2025 માં 63.51% હતું, જે વધીને આ વર્ષે 65.55% નોંધાયું છે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1525 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા. તેમાંથી 1521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ વાઈઝ પરિણામમાં A1 ગ્રેડમાં 0, A2 ગ્રેડમાં 54, B1 ગ્રેડમાં 111, B2 ગ્રેડમાં 164, C1 ગ્રેડમાં 278, C2 ગ્રેડમાં 303 અને D ગ્રેડમાં 87 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જોકે, આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યો નથી. જે સૂચવે છે કે ખૂબ જ ઊંચા ગુણ મેળવવામાં વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે. માટે જિલ્લામાં A1 ગ્રેડમાં શૂન્ય પરિણામ ચિંતાનો વિષય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડે માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુંઃ સાયન્સ સ્ટ્રીમમાં સુધારો જોવા મળ્યો | Achira News