Achira News Logo
Achira News

ગુજરાત રાજ્ય માહિતી આયોગે દુરુપયોગની ચિંતા વચ્ચે અરજીઓમાં વધારો જોયો

Akila News
ગુજરાત રાજ્ય માહિતી આયોગે દુરુપયોગની ચિંતા વચ્ચે અરજીઓમાં વધારો જોયો
Full News
Share:

અમદાવાદ તા.૧૯: ગુજરાત રાજ્‍ય માહિતી આયોગને મળતી અરજીઓમાં સતત વધારો થઇ રહ્યો છે અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તમામ વિભાગો અને જાહેર સત્તામંડળોને કુલ ૧,૭૦,૮૬૦ અરજી મળી હતી. જે ગત વર્ષ કરતા ૨૯.૫૬ ટકા વધુ છે. જોકે, સરકારના પાંચ વિભાગો પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો અને અપીલ થઇ છે, જે કુલ સંખ્‍યાના ૭૨.૪૧ ટકા છે. તો માહિતી અધિકારની અરજી હેઠળ માહિતી નકારવામાં સામાન્‍ય વહીવટ વિભાગ પ્રથમ સ્‍થાને છે. ગુજરાત રાજ્‍ય માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો. જેમાં ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો નાણાંકીય વર્ષમાં મળી હતી. નાગરિકોને માહિતી ન મળે કે ખોટી અથવા અધૂરી તેમજ ગેરમાર્ગે દોરનારી મળે ત્‍યારે તેઓ આયોગમાં અપીલ કરતા હોય છે, જોકે, કેટલાક સરકારી વિભાગો માહિતી અધિકાર-RTIઅરજીને ધોળીને પી જતા હોય છે. તેમાં પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગમાં પંચાયત સામે સૌથી વધુ ૧૪૦૫ અરજી મળી છે. અન્‍ય વિભાગો સામેની મળીને ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો થવા જાય છે. ગત વર્ષ દરમિયાન આયોગને ૧,૩૧,૮૭૫ અરજી મળી હતી. અરજદારોએRTIકરીને માહિતી માગી હોય તેને નકારવામાં સામાન્‍ય વહીવટ વિભાગ કુલ અરજીના ૧૬.૦૨ ટકા સાથે મોખરે છે. તે પછી નાણાં વિભાગ-૧૪.૦૧ ટકા અને કાયદા વિભાગ-૧૨.૦૯ ટકા અરજી નકારી કાઢતા હોય છે. આયોગ દ્વારા આ સમયગાળામાં કુલ ૨૧ કિસ્‍સામાં દંડ કરાયો છે. અનેક કિસ્‍સામાં જાહેર માહિતી અધિકારીને ઠપકા સાથે નાણા વસૂલાતનો દંડ ફટકારાયો છે. દંડની કુલ રકમ રૂ. ૧,૪૧,૭૫૦ થવા જાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત રાજ્ય માહિતી આયોગે દુરુપયોગની ચિંતા વચ્ચે અરજીઓમાં વધારો જોયો | Achira News