Achira News Logo
Achira News

ગુજરાત રાજ્ય સરકારે સામૂહિક ચિંતન અને વિકાસ માટે 12મા ચિંતન શિબિરનું આયોજન કર્યું

Sandesh
ગુજરાત રાજ્ય સરકારે સામૂહિક ચિંતન અને વિકાસ માટે 12મા ચિંતન શિબિરનું આયોજન કર્યું
Full News
Share:

રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર ૧૨મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત ૨૪૧ જેટલા આઈ.એ.એસ, આઈ.પી. એસ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે. આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે. ચિંતન શિબિરનો પ્રારંભ તા. ૨૭ નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રી દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે. આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત રાજ્ય સરકારે સામૂહિક ચિંતન અને વિકાસ માટે 12મા ચિંતન શિબિરનું આયોજન કર્યું | Achira News