Achira News Logo
Achira News

ગુજરાતી સંગીતને વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી

Akila News
ગુજરાતી સંગીતને વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી
Full News
Share:

રાજકોટઃ મનોરંજન ઉદ્યોગમાં ઉત્‍કૃષ્ટ પ્રતિભા અને વૈશ્વિક પ્રભાવને સન્‍માનિત કરતા પ્રતિષ્ઠિત વર્લ્‍ડ એન્‍ટરટેઈનમેન્‍ટ એવોર્ડમાં આ વર્ષે ગુજરાતી સંગીત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજકોટના સંગીતકાર ચિતન ત્રિવેદી (મો. ૯૮૮૪૬ ૧૭૮૮૬) દ્વારા સંગીતબદ્ધ કરાયેલા અને જાણીતા લોકગાયક આદિત્‍ય ગઢવીના સ્‍વરે ગવાયેલા ગીતને આંતરરાષ્ટ્રીય ફલક પર મોટી સફળતા મળી છે. તાજેતરમાં ૩૧ જાન્‍યુઆરીના રોજ અમેરિકાના લોસ એન્‍જલસ (યુએસએ) ખાતે આયોજિત ભવ્‍ય સમારોહમાં આ ગીતને બેસ્‍ટ ગ્‍લોબલ ટ્રેડિશનલ સોંગ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય પુરસ્‍કાર પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ સાથે ચિતન ત્રિવેદીએ રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચિંતન ત્રિવેદી દ્વારા રચાયેલું આ સંગીત પરંપરાગત ભાવના અને આધુનિક સંગીત શૈલીનું સુંદર સંયોજન છે,જેના કારણે આ ગીતે વૈશ્વિક મંચ પર વિશેષ ઓળખ મેળવી છે. ઉલ્‍લેખનીય છે કે,તેમના અલબેલી મતવાલી મૈયા ગીતને આ વર્ષે ગ્રેમી એવોર્ડ માટે પણ ધ્‍યાનમાં લેવામાં આવ્‍યું હતું,જે તેની વિશ્વ સ્‍તરની સ્‍વીકૃતિ અને ગુણવત્તાને સ્‍પષ્ટ કરે છે. ગુજરાતી લોકસંસ્‍કૃતિ અને આધ્‍યાત્‍મિક ભાવને વિશ્વ સુધી પહોંચાડવામાં આ ગીતે મહત્‍વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્‍ટમાં ડાયરેક્‍શન મૈત્રી મહેતા અને ડાન્‍સ કોરિયોગ્રાફી રૂપાન્‍સી કશ્‍યપની છે. આ તકે આદિત્‍ય ગઢવી અને ચિતન ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, આપણું લોક સંગીત જ્‍યારે વિશ્વના મોટા મંચ પર સ્‍થાન મેળવે છે, ત્‍યારે તે દરેક સ્‍થાનિક કલાકારને આત્‍મવિશ્વાસ આપે છે કે પોતાની મૂળ સંસ્‍કૃતિ સાથે વૈશ્વિક સ્‍તરે પણ ઓળખ બનાવી શકાય છે.આ સફળતા બદલ જાણીતા સંગીતકાર શ્રી રાજુ ત્રિવેદી (મ્‍યુઝિકલ મેલોડી - મો. ૯૮૨૪૪ ૪૧૭૧૭) અને કલાજગતે અભિનંદન પાઠવ્‍યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતી સંગીતને વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી | Achira News