Achira News Logo
Achira News

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ પક્ષોએ અન્ય માપદંડો કરતાં વિજેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી

Akila News
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ પક્ષોએ અન્ય માપદંડો કરતાં વિજેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી
Full News
Share:

રાજકોટ, તા., ર૦: ગુજરાતમાં વ્‍યાપક રાજકીય અસર પાડનારી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચુંટણી એકદમ નજીકના ભવિષ્‍યમાં જાહેર થનાર છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અન્‍ય પક્ષો દ્વારા ચુંટણી લડવાની જોરશોર તૈયારી થઇ રહી છે. પક્ષનું નિશાન અને ઉમેદવારની તાકાત નિર્ણાયક બને છે. તેથી રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગી ગાળી-ચાળીને કરે છે. સામાન્‍ય રીતે રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીના શ્રેષ્‍ઠ માપદંડ જાહેર કરે છે. પણ તેને વળગી રહીને જ ટીકીટ આપવાનું મુશ્‍કેલ હોય છે. ચુંટણી જીતવા માટે આગળ માપદંડના મોટા દરવાજા દર્શાવી પાછળ છુટછાટની બારી રાખવી પડે છે. હવેના રાજકારણમાં ચુંટણી જીતવાની ક્ષમતા જ ટીકીટ મેળવવાની મુખ્‍ય લાયકાત ગણાય છે. ઉમેદવાર પસંદગી પુર્વ સ્‍વચ્‍છ પ્રતિભા, નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન, પાર્ટીને વફાદાર, લોકોમાં પ્રિય, ઇમાનદાર, સાદગીસભર, સિધ્‍ધાંતવાદી, કાર્ય કુશળ, શિક્ષિત વગેરે માપદંડ જાહેર કરવામાં આવે છે. સેન્‍સ લેવાના નાટક પુર્ણ થયા પછી ઉમેદવાર પસંદગીમાં બાંધછોડ શરૂ થાય છે. વર્તમાન રાજકારણમાં જુથવાદ મહત્‍વનું પરીબળ બની ગયું હોવાથી સારા-સારાની સાથે મારા-તારા પણ ગોઠવાઇ જાય છે. સૌથી વધુ સેન્‍સવાળા એક બાજુ ધકેલાઇ જાય અને કોઇએ સેન્‍સ ન આપી હોય તેવા ઉમેદવાર બની જાય તેવું અનેકવાર બને છે. ચુંટણી લડવા માટે આર્થીક મજબુતાઇ હવે આવશ્‍યક બની ગઇ છે. રાજકારણમાં અપરાધીકરણનો વિરોધ કરનારા પક્ષો ખરડાયેલા કેટલાય ચહેરાઓને સરાજાહેર ટીકીટ આપી છે. બાવળાના બળવાળાને ટીકીટ ન આપવી હોય તો ગુંડો ગણાવી દેવાની અને આપવી હોય તો‘શકિતશાળી' માની લેવાની પધ્‍ધતી વર્તમાન રાજકારણમાં વિકસી રહી છે. પક્ષના જુનાને લાગી જાય છે ચુના અને આયાતીઓ આધિપત્‍ય જમાવી દયે છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ર૦રરની ચુંટણીમાં ૭પ વર્ષની વય મર્યાદા નક્કી કરેલ તેનો અમલ કરેલ પણ વડોદરા અને અમદાવાદમાં બાંધછોડ કરી બે ટીકીટ આપી હતી. ભાજપે ર૦ર૧ ના વર્ષની સ્‍થાનિક ચુંટણીઓમાં ૬૦ વર્ષની વય મર્યાદા અને ૩ વખત ચુંટણી લડેલાને ફરી ટીકીટ નહી આપવાનો માપદંડ જાહેર કર્યો હતો. ઉંમર સિવાઇની બાબતમાં થતી બાંધછોડ વધુ ચર્ચાસ્‍પદ બને છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ પક્ષોએ અન્ય માપદંડો કરતાં વિજેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી | Achira News